‘ સશક્ત’ બનાવવાનો બિઝનેસ ‘સદાબહાર’ છે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 16, 2019

‘ સશક્ત’ બનાવવાનો બિઝનેસ ‘સદાબહાર’ છે

ગળવારની રાત્રે ડિનર ટેબલ પર મને મારી પુત્રીના કેટલાક મિત્રો સાથે ચર્ચા કરવાની તક મળી. અમારી વાત ઉબર ઇન્ડિયાની એ ખબરથી શરુ થઇ જેમા કહેવાયું છે કે તે પોતાના સ્ટાફમાં 10થી 15 %ની છટણી કરવાની યોજના બનાવી રહ્યા છે જેની અમેરિકામાં સોમવારે જાહેરાત કરાઇ કે વૈશ્વિક છટણી અભિયાનનો ભાગ છે. ચર્ચા આ વાત પર સમાપ્ત થઇ કે કેવી રીતે ભારતમાં તેમનો કારોબાર નિશાન પર છે, કારણ કે આનાથી તેમને માત્ર 2%ની આવક છે, જ્યારે ખર્ચા મોટા પાયે થઇ રહ્યા છે. માટે આ મુખ્ય લક્ષ પર છે.,જેમાં ઉબર ઇટ્સના નામથી ચાલતો ઓનલાઇન ફૂડ ડિલીવરી કારોબાર પણ સામેલ છે. આ આપણા ઘરે આવેલા એ યુવા મહેમાનોનું એક બુદ્ધિશાળી વિષ્લેષણ હતું જે ડિનરના સમયે પૂરી રીતે મોબાઇલ પર પણ વ્યસ્ત હતા. હું એ બાળકોને એક એવી પેઢી કહીશ જે રોજ પોતાના ગાર્ડનમાં વોકના બદલે પોતાના મોબાઇલ ફોન પર હજારો કિ.મી.નું સ્ક્રોલિંગ કરી શકે છે અને સંભવત આ જ કારણોસર તે પોતાની આસપાસ હાજર સંભાવનાઓને જોવામાં ચૂકી જાય છે. આ જ ક્રમમાં હું તેમને પૂછી બેઠો કે તમારામાંથી કેટલા લોકો આગામી દિવસોમાં પોતાનો સ્માર્ટ ફોન અપગ્રેડ કરવાના છો? એક સુરમાં ભધા બોલ્યા હૂં.મે કહ્યું હવે કેટલાક રસપ્રદ આંકડાઓ હું તમને બતાવું છું. આં.રા.ડેટા કોર્પોરેશન એશિયા પેસિફિકના ત્રિમાસિક મોબાઇલ ફોન ટ્રેકર પ્રમાણે 2019ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતમાં કુલ 69.3 કરોડ ફોન મંગાવાયા,જે પાછલા ત્રિમાસીક ગાળાની સરખામણીએ 7.6 %વધુ છે. તમે લોકો જે આર્થિક મંદી પર દલીલ કરી રહ્યા છો, પોતે પણ વસ્તુઓમાં પૈસા રોકાણ કરવા માટે તૈયાર થઇ જાઓ જે સસ્તામાં નથી મળતી.એ બધાએ આ વાત પર ‘હા’ માં માથુ હલાવ્યું અને સંતુષ્ટિ બતાવતા કોઇ સવાલ ન કર્યો. પછી મેં તેમને દેશના કેટલાક પોલીસ સ્ટેશનો વિષે જણાવ્યું જેમાંથી એક અમદાવાદના વસ્ત્રાપુરમાં છે. જો તમે આ પોલીસ સ્ટેશનમાં જાવ અને પોતાના ખોવાયેલા મોબાઇલની ફરિયાદ નોંધાવો, કારણ કે તેેનો દુરપ્યોગ ન થાય તે માટે અત્યંત જરૂરી છે તો આ વાતની સંભાવના છે કે તમારો મોબાઇલ મળી જાય.પિંકી ભગત(45)ના કેસને લો,જે અએક ટિફિન પહોંચાડનારી મહિલા છે.તેણે પોતાનો મોબાઇલ ખોઇ નાંખ્યો હતો.તેને પોતાનો ફોન પાછો મળ્યો તો તેની ખુશીનો પાર ન રહ્યો.પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ક્રાઇમ બ્રાન્ચથી એક વિશેષ સોફ્ટવેર પ્રાપ્ત કર્યું. પોલીસે પાછલા છ મહિના પોલીસે પાછલા 6 મહિલામાં 25 ખોવાયેલા મોબાઇલ શોધી કાઢ્યા છે. 26 વર્ષના દવે ગુમ મોબાઇલનો આઇએમઇઆઇ નંબર સર્વિસ પ્રોવાઇડરની સાથે શેર કરીને મોબાઇલના લોકેશનની જાણકારી મેળવે છે. ખોવાયેલા મોબાઇલેમાં લોકો સિમ નાંખીને તેનો ઉપયોગ કરવા લાગે છે. નવું સિમ એક્ટિવેટ થતાં સર્વિસ પ્રોવાઇડર પોલીસ સ્ટેશનને મોબાઇલના લોકેશનની માહિતી આપે છે.

ફંડા એ છે કે એવા બિઝનેસની સાથે જોડાઓ જે લોકોને સશક્ત બનાવે.કારણ કે આવો બિઝનેસ જ એ હથિયાર હશે જેને મનુષ્ય સ્વીકારવા તૈયાર થશે.

મં

મેનેજમેન્ટ ફંડા એન.રઘુરામનના અવાજમાં મોબાઈલ પર સાંભળવા માટે ટાઈપ કરો FUNDA અને SMS મોકલો 9190000071 પર

મેનેજમેન્ટ ફંડા

એન. રઘુરામન

મેનેજમેન્ટ ગુરુ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - the business of 39empowering39 is 39evergreen39 063041


from Divya Bhaskar https://ift.tt/2IUVoZu
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here