અયોધ્યા વિવાદના નિર્ણાયક ઉકેલનો માર્ગ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 16, 2019

અયોધ્યા વિવાદના નિર્ણાયક ઉકેલનો માર્ગ

યોધ્યા વિવાદ બે સદી જૂનો હોવાના કારણે દેશનો સૌથી જૂનો કેસ છે. આ વખતે સુપ્રીમ કોર્ટમાં નવ વર્ષની કાયદાકીય પ્રક્રિયા પછી ચીફ જસ્ટિસના કડક વલણ પછી ફક્ત બે મહિનામાં જ તેની સુનવણી નાટકીય ઘટનાક્રમ વચ્ચે પૂરી થઈ ગઈ. પાંચ જજની ખંડપીઠે આ ચુકાદો સુરક્ષિત રાખ્યો છે, જે દીવાળી પછી આવવાની શક્યતા છે. આ કેસમાં અનેક ન્યાયિક વિરોધાભાસ છે. બંધારણમાં રામરાજ્યની છાપ છે અને તેની શપથ લેનારા જજ આસ્થા સાથે જોડાયેલા આ મામલામાં કોઈ નિર્ણય કેવી રીતે કરશે? સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ આ ટાઈટલ સૂટ કે ભૂમિ વિવાદ મનાતા આ કેસની સુનવણી માટે ત્રણ જજની પીઠની રચના કરી હતી. હાલના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આ કેસ માટે પાંચ જજની પીઠની રચના કરી છે, પરંતુ તેને બંધારણીય પીઠની માન્યતા નથી આપી. આમ છતાં, રોજિંદી સુનવણી માટે જારી યાદીમાં બંધારણીય પીઠનો ઉલ્લેખ થતો રહ્યો. અયોધ્યા વિવાદ મધ્યકાલીન બાદશાહોની ધર્માંધતા અને મનમરજીનું પ્રતીક છે, પરંતુ નવા ભારતની અદાલતી વ્યવસ્થા- બંધારણ અને કાયદાકીય પ્રક્રિયાના દાયરામાં છે. છેલ્લા દિવસની સુનવણીમાં હિંદુ પક્ષના વકીલોએ ઐતિહાસિક ન્યાયની માંગ કરી, જ્યારે મુસ્લિમ પક્ષના વકીલોએ કાયદાકીય દાવપેચનો સહારો લીધો. રામ મંદિરના હકમાં જો સ્પષ્ટ ચુકાદો આવ્યો, તો જન્મસ્થાન, મૂર્તિ, મંદિર અને પૌરાણિક અનુશ્રુતિઓને કાયદાકીય માન્યતા મળશે, જેના અનેક અન્ય સ્થાનોમાં વિવાદોનો પટારો ખૂલી શકે છે. તેનાથી 1991માં સંસદે પસાર કાયદો બેઈમાની સાબિત થશે, જે હેઠળ તમામ ધર્મસ્થળોમાં આઝાદી સમયની સ્થિતિ બરકારર રાખવાની વાત કરાઈ છે.

ધર્મનિરપેક્ષતાની આડમાં રામ મંદિર નિર્માણનો વિરોધ કરનારા ટીકાકારો હકીકતમાં ભારતીય ઉપખંડમાં મધ્યકાલીન ધ્રુવીકરણને પ્રોત્સાહન આપી રહ્યા છે. આઝાદી પછી નહેરુ અને સરદાર પટેલના પ્રયાસથી સોમનાથ મંદિરનું પુન:નિર્માણ થયું હતું, તો રામ મંદિરના નિર્માણમાં સત્તાધારી પક્ષની રાજકીય ઈચ્છાશક્તિ કેમ સામે ના આવવી જોઈએ? જેમને મંદિર નિર્માણના વચનના કારણે જ 303 સાંસદની બહુમતી મળી છે. દીવાળી પછી જો સુપ્રીમ કોર્ટનો અનુકુળ અને સ્પષ્ટ ચુકાદો આવ્યો તો પુન:વિચાર સહિત નવા પક્ષકાર પણ સામે આવશે. આ મામલા સાથે સંકળાયેલા અનેક વિવાદો પર હજુ સુનવણી નથી થઈ. ભૂમિ અધિગ્રહણને પડકારનારા અસલમ ભૂરાના જૂના મામલામાં સુપ્રીમ કોર્ટે 2006માં છેલ્લો આદેશ આપ્યો હતો, જેમાં 13 વર્ષ પછી હવે કેન્દ્ર સરકારે જમીન વાપસીની અરજી લગાવી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેના પર કોઈ સુનવણી નહોતી કરી. વિવાદિત સ્થળે બૌદ્ધ ધર્મના અનુયાયીઓનો દાવો અને ડૉ. સુબ્રમણ્યમ સ્વામીની પૂજાના મૌલિક અધિકારની અરજીઓ મુદ્દે પણ અલગ સુનવણી થશે. કેન્દ્ર સહિત અન્ય પક્ષોને સાંભળ્યા વિના, અપીલોના મામલામાં અપાનારો ચુકાદો ન્યાયિક કસોટીએ કેટલો ખરો ઉતરશે?

એવું લાગે છે કે, ન્યાયતંત્રના બદલે કેન્દ્ર બંધારણીય દાયરા હેઠળ રામ મંદિરના નિર્માણનો રસ્તો યોગ્ય રીતે આફી શકે છે. કેન્દ્ર સરકારે લગભગ 67.073 એકર વિવાદિત જમીન અધિગ્રહણ કરવા માટે સંસદના માધ્યમથી 1993માં વિશેષ કાયદો બનાવ્યો, જેની કાયદેસરતાને સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપી હતી. ત્યાર પછી નરસિંહરાવ સરકારે અદાલતમાં શપથ પત્ર દાખલ કરીને કહ્યું હતું કે, ખોદકામમાં મંદિર નિર્માણના પ્રમાણ મળે તો વિવાદિત સ્થળને રામ મંદિર માટે આપવામાં આવશે. મોદી સરકારે 2019માં સામાન્ય ચૂંટણી પહેલા અધિગ્રહિત ભૂમિની વાપસી માટે અરજી દાખલ કરીને સુપ્રીમ કોર્ટની મંજૂરી માંગી હતી. કેન્દ્રની અરજીથી માલુમ પડે છે કે, જમીન વિવાદ ફક્ત 0.313 એકરનો જ છે, જ્યાં બાબરી મસ્જિદના ઢાંચાના ત્રણ ગુંબજ હતા. એ જ વિવાદિત ભૂમિ પ્રાચીન મંદિર અને શ્રી રામનું જન્મસ્થળ હતું, આ મુદ્દે અદાલતની મહોર લાગ્યા પછી ન્યાયિક પ્રક્રિયા પર અનેક સવાલ ઊભા થશે. સુપ્રીમ કોર્ટે રામ મંદિર નિર્માણને લીલી ઝંડી આપી, તો પછી બાબરી ઢાંચો પાડવા માટે લખનઉમાં ચાલી રહેલા, ગુનાઈત કેસનો ન્યાયિક અંત શું હશે? ગયા કાર્યકાળમાં ભાજપ સાંસદે આ અંગે વ્યક્તિગત બિલ લાવવાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટમાં કલમ 370નો મામલો વર્ષોથઈ પેન્ડિંગ હતો, જેને સરકારે એક જ ઝટકામાં સરખો કરી દીધો. અયોધ્યાના જટિલ વિવાદને જોતા લાગે છે કે, આગામી ચુકાદા છતાં રામ મંદિરના નિર્માણનો સમય કાળ સત્તાધારી પક્ષની રાજકીય ઈચ્છાશક્તિ પર નિર્ભર હશે.

નિવૃત્તિ પહેલા જજો દ્વારા ચર્ચિત મામલામાં લાંબી સુનવણી પછી જટિલ ચુકાદા આપવાની પરંપરા સતત વધી રહી છે. પ્રાઈવેસી અને સબરીમાલા જેવા લાંબા અને જટિલ ચુકાદામાં કેટલાક જજના અસહમતિના સૂર સામે આવ્યા, તો સમજવું અને અમલ કરવો બંને મુશ્કેલ થઈ જાય છે. થિંક ટેન્ક સીએએસસીના આકલન પ્રમાણે, અયોધ્યા કેસમાં છેલ્લા દસકાાં અલ્લાહાબાદ હાઈકોર્ટની સુનવણીમાં લગભગ રૂ. 144 કરોડનો ખર્ચ થયો હશે. અનુવાદ અને ફોટોકોપીની ટેકનિકલ મુશ્કેલી સાથે જોડાયેલા લાખો દસ્તાવેજો ઘણાં સમયથી મોટા કબાટોમાં બંધ છે. મુંબઈની આરે કોલોનીના મામલામાં વૃક્ષોની સુરક્ષા માટે રજાના દિવસે સુનવણી કરનારી સુપ્રીમ કોર્ટે ન્યાયિક પ્રક્રિયામાં કાગળનો બંને તરફ ઉપયોગ કરવાની અરજી કેમ ફગાવી દીધી હતી? લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીના સીધા પ્રસારણની તર્જ પર અદાલતોની કાર્યવાહીનું સીધુ પ્રસારણ કે રેકોર્ડિંગ હોય તો ન્યાયિક વ્યવસ્થામાં પારદર્શકતા સાથે જવાબદારી પણ આવશે. અયોધ્યા વિવાદના ઝડપી ઉકેલની દૃઢ ઈચ્છાશક્તિ નીચલી અદાલતોમાં પણ દેખાય, તો કરોડો લોકોના જીવનમાં રામરાજ્ય જેવું ચેન આવી શકે છે, જે રામમંદિરના ચુકાદાનું તાર્કિક કારણ હશે.

‘અયોધ્યાઝ રામ ટેમ્પલ ઈન કોર્ટ્સ: ઈન્ડિયાઝ ઓલ્ડેસ્ટ લિટિગેશન’ પુસ્તકના લેખક



વિરાગ ગુપ્તા

સુપ્રીમ કોર્ટના વકીલ

Twitter: @viraggupta

સંદર્ભ| यશાસક પક્ષની રાજકીય ઇચ્છાશક્તિથી જ નક્કી થશે રામમંદિરના નિર્માણનો સમય-કાળ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - the path to a decisive solution to the ayodhya dispute 063033


from Divya Bhaskar https://ift.tt/2MmuWKf
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here