ટાલિયાપણા પર બે-બે ફિલ્મો આવી રહી છે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 16, 2019

ટાલિયાપણા પર બે-બે ફિલ્મો આવી રહી છે

લિયાપણાથી પ્રેરિત બે કથા ફિલ્મોનું પ્રદર્શન એક જ દિવસમાં થવા જઇ રહ્યું છે.અંદાજ છે કે આ હાસ્ય ફિલ્મો છે. ટાલિયાપણું હવે કોઇ મોટી સમસ્યા નથી. વાળનું પ્રત્યારોપણ કરી શકાય છે. આ પ્રક્રિયામાં થતા દર્દથી બચવું હોય તો વિગ પહેરી શકાય છે. આપણા અેક લોકપ્રિય સ્ટાર તો વીસ વર્ષથી વિગ પહેરી રહ્યા છે. તેણે પોતાનું વિગ લંડનમાં બનાવડાવ્યું છે. મહિલા કલાકાર પણ વિગ પહેરે છે. રાકેશ રોશને પોતાના અભિનયના સમયકાળમાં જ વિગ પહેરવાની શરૂઆત કરી દીધી હતી.એક દિવસ તેમણે વિગનો ત્યાગ કર્યો અને ખુલ્લેઆમ ટાલિયાપણાની સાથે સાર્વજનિક સ્થાન પર જવાનું શરુ કર્યું. આ પહેલા પણ તે ફિલ્મ નિર્માણ પ્રારંભ કરી ચુક્યા હતા. એસ.એ.રાજામૌલીની બાહુબલીની બોક્સ ઓફિસની સફળતાનો આંશિક વિકિકરણ એ થયું કે માનવીય કરૂણાની ફિલ્મો બનાવવાનું બંધ કરીને , રાકેશ રોશન વિજ્ઞાન ફેન્ટસી બનાવવા લાગ્યા. ‘ક્રિષ’નો આગામી ભાગ તેમના પુત્રના મિત્ર સંજય ગુપ્તા નિર્દેશિત કરશે,પરંતુ નિયંત્રણ રાકેશ રોશનનું જ રહેશે.જાણવું રહ્યું કે તે ગળાના કેન્સરની સારવાર કરાવી રહ્યા છે. રાકેશ રોશનના પરમ મિત્ર ઋષિ કપૂર પણ કેન્સરમુક્ત થઇને સ્વદેશ પાછા ફર્યા છે અને શૂટિંગ પણ કરી રહ્યા છે. રાજ કપૂરની ફિલ્મ બૂટ પોલિશમાં ડેવિડ અબ્રાહમ અભિનીત પાત્ર ટકલું છે અને વાળ ઉગાડવા માટે નવી ઔષધીઓ બનાવતો રહે છે. જેલની કોટડીમાં બધા કેદી ટાલિયા છે. જેલની કોટડીમાં ડેવિડથી વાળ ઉગાડવાના નવા નુસ્ખાઓ અંગે પુછવામાં આવે છે.એ સમયે શંકર જયકિશનનું મન્ના ડે દ્વારા ગવાયેલ ગીત છે ‘લપક ઝપક તૂ આ રે બદરવા, તેરે ઘરેમાં પાની નહીં હૈ, તૂ પનઘટ સે ભર લા’ ખૂબ લોકપ્રિય બન્યું હતું. ગીત ગાતાની સાથએ જ વરસાદ પડે છે અને ડેવિડને અે બેઘરોના લોકોની યાદ આવે છે, જેમના માથે છત નથી. એક અમીરે પોતાની છત પર રેન મશીન લાવી હોવાથી તે ઇચ્છે ત્યારે વરસાદમાં ભજિયા ખાઇ શકે છે.આ પ્રકારે નિદા ફાઝલીને ખોટો સાબિત કર્યો છે કે બરસાતકા આવારા બાદલ ક્યા જાને, કિસ છત કો ભિગોના હૈં, કિસ છત કો બચાના હૈ.અે વાત અલગ છે કે ગરીબીથી ઝઝૂમતા ભારતના બે અર્થશાસ્ત્રીઓને નોબેલ પુરસ્કાર મળ્યું છે. અમર્ત્ય સેનની થીસિસ હતી કે દુકાળ મનુષ્યે બનાવ્યું છે. હાલ માં જ બેનર્જીને નોબેલ પ્રાઇઝ મળ્યું છે. તેમનો મત છેે કે ગરીબી એક સમજી વિચારેલું ષડયંત્ર છે, ગરીબી મનુષ્ય દ્વારા રચાયેલું પ્રોડક્ટ છે. આ દુ:ખદ વાત છે કે બેનર્જી મહોદયની ટીકા એટલા માટે કરાઇ રહી છે કે તેમણે વ્યવસ્થાના અેક ખોટા નિર્ણયની વાત કરી. ભાંગના ભજિયા ખવાઇ રહ્યા છે અને પૂરા કૂવામાં જ ભાંગ પડી છે. નપુસંકતાના હાઉ પર ફિલ્મ બની છે.સ્પર્મ પર શોધ બાદ જ વિકી ડોનર સંભવ બની.સૌંદર્ય ચિકિત્સાએ ફેસ લિફ્ટ સંભવ કર્યું અને ઉંમરલાયક વ્યકિત પોતાના ચહેરા પર પડેલી કરચલીઓથી મુક્તિ મેળવી શકે છે. ઉંમર અને અનુભવનો પુરાવો છે કરચલીઓ. દરેક પ્રકારનું વાંચન-લેખન ભૂલી જવાનો એક રિવાજ બની ગયો છે. અેક કટાક્ષમાં કહેલી વાત કે પઢોગે લિખોગે,હોવોગે ખરાબ, ખેલોગે કૂદોગે, બનોગે નવાબ. હવે સત્ય સાબિત થવા લાગી છે. કટેલાક ખેલાડીઓ સો કરોડ રૂપિયા દર વર્ષે કમાઇ રહ્યા છે. ભણેલા-ગણેલા લોકોને પ્રભાવહીન બનાવી દેવાયા છે.સાક્ષારતા અભિયાન ચાલુ છે. સત્ય એ છે કે કેન્સરની સારવાર સમયે વાળ ઉતરવા લાગે છે.એક વિજ્ઞાપન ફિલ્મમાં એક વ્યક્તિ કહે છે કે કેન્સર તેનો વાળ પણ વાંકો નહીં કરી શકે, કારણ કે તેનેે પહેલાથી જ ટાલ છે.

ટા

જયપ્રકાશ ચોક્સે

લેખક જાણીતા ફિલ્મ સમીક્ષક છે

પરદે કે પીછે



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - twenty two films are coming out on telepathy 063028


from Divya Bhaskar https://ift.tt/2oRwnr0
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here