ઓઇલ ઇન્ડેક્સમાં 1.02 ટકા, રિયાલ્ટીમાં 1.09 ટકા તેમજ આઇટી-ટેકનોલોજી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 16, 2019

ઓઇલ ઇન્ડેક્સમાં 1.02 ટકા, રિયાલ્ટીમાં 1.09 ટકા તેમજ આઇટી-ટેકનોલોજી


ઓઇલ ઇન્ડેક્સમાં 1.02 ટકા, રિયાલ્ટીમાં 1.09 ટકા તેમજ આઇટી-ટેકનોલોજી ઇન્ડાઇસિસમાં પોણો ટકાના સુધારાને બાદ કરતાં મોટાભાગન સેક્ટોરલ્સમાં વોલ્યૂમ અને વધઘટ સંકડાયેલા રહેવા સાથે માર્કેટમાં પ્રોફીટ બુકિંગ તેમજ સ્ટોક અને સેક્ટોરલ સ્પેસિફિક એપ્રોચ જોવા મળ્યો હતો. જોકે, પોઝિટિવ સંકેત એ છે કે, સેન્સેક્સે સતત ચોથા દિવસે પણ સુધારાની ચાલ જાળવી રાખવા સાથે આજે 92.90 પોઇન્ટના સુધારા સાથે 38598.99 પોઇન્ટના મથાળે બંધ આપ્યું હતું. દિવસ દરમિયાન 249 પોઇન્ટની વઘઘટના અંતે સેન્સેક્સ પેકની 31 પૈકી 16 સ્ક્રીપ્સમાં સુધારો અને 15 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો.

નિફ્ટી-50 પણ 43.25 પોઇન્ટ સુધરી 11471.55 પોઇન્ટ બંધ રહ્યો હતો. જે દર્શાવે છે કે નિફ્ટીએ સતત ચોથા દિવસે 11300 પોઇન્ટની સાયકોલોજિકલ કમ ટેકનિકલી ટેકાની સપાટી ઉપર બંધ આપ્યું છે. તેના કારણે માર્કેટમાં ટ્રેડર્સ પાછા ફરી રહ્યા છે.

ભારતની વ્યાપાર ખાધ સાત માસની નીચી સપાટીએ નોંધાઇ છે. જોકે તેની સાથે આયાત અને નિકાસમાં પણ ઘટાડો થયો છે. આઇએમએફ એ જીડીપી ગ્રોથ અંદાજ 7 ટકાથી ઘટાડી 6.1 ટકા કર્યો છે. પરંતુ સારા ચોમાસા અને Q2 માટેના એવરેજ કોર્પોરેટ પરીણામ માર્કેટની અપેક્ષા અનુસાર રહ્યા હોવાનો સૂર માર્કેટ પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. યુએસ-ચીન ટ્રેડ ટોક, બ્રેક્ઝિટ તેમજ કરન્સી અને ક્રૂડ માર્કેટની ચાલ ઉપર પણ વૈશ્વિક શેરબજારોની તેમજ ઘરઆંગણના બજારોની ચાલ નિર્ભર રહેશે તેવું નિષ્ણાતોનું કહેવું છે.

બજાજ કન્ઝ્યુમર કેર 20 ટકા ઊછળ્યો: બજાજ કન્ઝ્યુમર કેરના પ્રમોટરે 22 ટકા સ્ટેક રૂ. 628 કરોડમાં વેચ્યો હોવાના અહેવાલો પાછળ શેર 20 ટકા ઊછળી રૂ. 234.65ની અપલ સર્કિટ લિમિટને ટચ થઇ ગયો હતો અને દિવસને અંતે એ જ લેવલે બંધ રહ્યો હતો.

કર્ણાટક બેન્ક 3 ટકા તૂટ્યો: નબળાં ત્રિમાસિક પરીણામના પગલે શેર 2.62 ટકા ઘટી રૂ. 68.75 બંધ રહ્યો હતો. જે ઇન્ટ્રા-ડે 68.40ની વર્ષની નીચે સપાટીએ સ્પર્શી ગયો હતો.

રૂપિયો 11 પૈસા સુધર્યો: ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 11 પૈસાના સુધારા સાથે 71.43ની સપાટીએ રહ્યો હતો.

એફઆઇઆઇ સતત ચોથા દિવસે લેવાલ: વિદેશી નાણાકીય સંસ્થાઓ સતત ચોથા દિવસે પણ નેટ લેવાલ રહેવા સાથે આજે રૂ. 686.33 કરોડની ખરીદી કરી હતી. સામે સ્થાનિક સંસ્થાઓની પણ રૂ. 1576.73 કરોડની નેટ ધૂમ ખરીદીનો ટેકો રહ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2VMgheB
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here