
દિવાળીના તહેવાર પૂર્વે બજારમાં ભયંકર મંદીનો માહોલ હોવાની વાતો થતી હતી, પરંતુ દીપોત્સવી પર્વ નજીક આવતાની સાથે જ મંદી તેજીમાં ફેરવાઇ ગઇ હોય તેવા દૃશ્યો રાજકોટની બજારોમાં જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરની રાજાશાહી વખતની બજારો ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ પર આજે પણ લોકોમાં ખરીદીનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. અંદાજે પોણા બે કિ.મી.ના આ રોડ પર બુધવારે રાત્રે માર્કેટમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. આ પોણા બે કિ.મી.ના રોડ પર અંદાજે 40 હજારથી વધુ લોકો ખરીદી માટે ઊમટી પડ્યા હોવાનો અંદાજ છે. મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઊમટી પડ્યા હોવાથી માર્કેટમાં વી ફોર વિક્ટરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડ્રોનથી લેવામાં આવેલી તસવીરમાં પણ વી ફોર વિક્ટરી નજરે પડે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/341wfUL
via
IFTTT
No comments:
Post a Comment