રાજકોટ જિલ્લા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તનું નાટક છેલ્લા 1 વર્ષથી ભજવાતું હતું. 23 દિવસ પહેલા અચાનક વિપક્ષી નેતા ધ્રુપદબા જાડેજા અને કારોબારી સમિતિના સભ્ય ચંદુ શિંગાળાએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી દેતા વળી રાજકારણ ગરમાયું હતું. 24મીએ ખાસ સામાન્ય સભા પણ બોલાવવા એજન્ડા નીકળો પણ તેના એક દિવસ પહેલાં જ દરખાસ્તને ટેકો દેનારા ચંદુ શિંગાળા હાઈકોર્ટમાં જઇને બેઠક પર સ્ટે લઈ આવ્યા છે. શિંગાળા મુજબ પ્રમુખ એજન્ડા કાઢવામાં નિષ્ફળ જાય તો વિકાસ કમિશનરે એજન્ડા કાઢવાનો રહે છે પણ અહીં ડીડીઓએ કાઢ્યો છે આ એક મોટી ભૂલ છે. જેને કારણે દરખાસ્ત મંજૂર થઈ જાય તો પણ જો કોઇ કોર્ટમાં જાય તો ફરી ગૂંચવાડો ઊભો થઇ શકે છે તેથી સામેથી જ સ્ટે મેળવાયો હતો અને હાઈકોર્ટે 20 મી સુધી સ્ટે આપ્યો છે. જયારે અર્જુન ખાટરીયાએ સામાન્ય સભાના સમયે સભ્યો સાથે આવશે તેમ કહયુ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BCoEQm
via IFTTT
No comments:
Post a Comment