બાબરી વખતે પાક.માં કટ્ટરપંથીઆેઅે આ મંદિર પર હુમલાે કર્યાે : હિન્દુઓને સોંપ્યું - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 27, 2019

બાબરી વખતે પાક.માં કટ્ટરપંથીઆેઅે આ મંદિર પર હુમલાે કર્યાે : હિન્દુઓને સોંપ્યું

આ દિવાળીએ પાક.માં 72 વર્ષ બાદ હિન્દુઓને પોતાના મંદિરની સૌગાદ મળી ગઇ. સિયાલકોટમાં એક હજાર વર્ષ જુનું શિવાલા તેજા સિંહ મંદિર ભાગલા પછીથી બંધ હતું. 1992માં અયોધ્યામાં વિવાદત માળખુ તોડી પડાતા પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓઅે હુમલો કરી આ મંદિરને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. હવે 72 વર્ષ પછી પાક. સરકારે 50 લાખ રૂપિયાના ખર્ચે જિર્ણાદ્દાર કરી શુક્રવારે સાંજે હિન્દુઓને સોંપી દીધું હતું. ભાગલા બાદથી બંધ મંદિરમાં હવે ફરીથી શંખનાદ ગૂંજવા લાગ્યું. જિર્ણાદ્દાર 2 મહિના સુધી ચાલ્યું. જેનાથી મંદિર મૂળ સ્વરુપમાં આવી ગયું છે. ઔકાફ ટ્રસ્ટ સંપત્તિ બોર્ડના એડિશનલ સેક્રેટરી ફરાઝ અબ્બાસે હિન્દુ રિત-રિવાજથી નારિયેળ ફોડી મંદિરનું ઉદઘાટન કર્યું. ભાગલા બાદ પ્રથમ પ્રસંગ છે ત્યારે પાકિસ્તાનમાં કોઇ હિન્દુ મંદિર પર હિન્દીમાં શિલાલેખ લાગ્યો. આ જ વર્ષે કરાયેલા ઓલ પાકિસ્તાન હિન્દુ રાઇટ્સ મૂવમેન્ટના સરવેમાં જણાયું કે ભાગલાના સમયે ત્યાં 428 મંદિર હતા, પરંતુ 1990 પછી 408 મંદિરોમાં રમકડાની દુકાનો અને મદરેસા ખુલી ગયા.

હવે પાકિસ્તાન સરકારે 400 મંદિરોનું જિર્ણોદ્દાર કરી હિન્દુઓને સોંપવાની યોજના બનાવી છીએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - babri fanatically attacked this temple in pak 061632


from Divya Bhaskar https://ift.tt/2pVhDb2
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here