બોગસ બિલનો લાભ લેનાર વેપારીઓની ધરપકડ થશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 5, 2019

બોગસ બિલનો લાભ લેનાર વેપારીઓની ધરપકડ થશે

બોગસ બિલિંગની તપાસ કરી રહેલી એસજીએસટીની ટીમ દ્વારા ચોથા દિવસે અભિનય અગ્રવાલ પાસેથી બોગસ બિલ લેનારાઓને સાણસામાં લેવાનું યથાવત રાખ્યુ છે અને અત્યાર સુધી 3.70 કરોડની ક્રેડિટ રિકવર કરી છે. આવનારા સમયમાં ધરપકડનો દૌર પણ શરૂ થાય એવી સંભાવના છે. અભિનય હાલ જેલમાં છે અને તેની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.

એસજીએસટીના જોઇન્ટ કમિશનર અતુલ મહેતાની નિગરાની હેઠળ હાલ એક ટીમ બોગસ બિલિંગના કારભારીઓ અને તેનો લાભ લેનારાઓને ત્યાં તપાસ કરી રહી છે. કુલ 20 જગ્યાએ શરૂ કરવામાં આવેલી ઇન્કવાયરી પાંચ જગ્યાએ પૂર્ણ થઈ છે. જેમાં 3.70 કરોડની ક્રેડિટ રીકવર કરાઈ છે. એસજીએસટીની ટીમે સતત ચાર દિવસથી તપાસ શરૂ રાખતા બોગલ બિલનો લાભ લેનારાના પગતળે રેલો આવ્યો છે.

અભિનયના કેસમાં 300 કરોડનું ટ્રાન્ઝેક્શન

અભિનય અગ્રવાલને ત્યાં દરોડા પાડીને અધિકારીઓએ 300 કરોડનું ટ્રાન્ઝેક્શન શોધી કાઢયું હતું. જેમાં ચારની ધરપકડ થઈ હતી. હાલ ત્રણને જામીન મળ્યા છે જ્યારે અભિનય અગ્રવાલ હાલ જેલમાં છે. અગાઉ જામીન નામંજૂર થતા હવે તે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરનાર છે.

કાપડ માર્કેટના વેપારીઓ નિશાન પર

કાપડ માર્કેટમાં અભિનય અગ્રવાલ પાસે બોગસ બિલ લેનારાઓની સંખ્યા વધુ છે એટલે અધિકારીઓએ આવા વેપારીઓને નિશાન પર લેતા બોગસ બિલિંગના લાભાર્થીઓ સપાટામાં આવી ગયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/359lUrs
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here