હિન્દી શીખવા માટે આદિત્યએ હરિવંશ રાય, સુમિત્રાનંદને વાંચ્યા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 5, 2019

હિન્દી શીખવા માટે આદિત્યએ હરિવંશ રાય, સુમિત્રાનંદને વાંચ્યા

દાદાની સાથે... ચાલુ વર્ષે 23 જાન્યુઆરીએ બાળ ઠાકરેના 93મા જન્મદિવસે આદિત્ય ઠાકરેએ આ ફોટો શેર કર્યો હતો.

વિનોદ યાદવ | મુંબઈ

બાલ ઠાકરે અનેકવાર કહેતા હતા કે હું કે મારા પરિવારમાંથી કોઇ ચૂંટણી નહીં લડે પણ હવે 1966માં બનેલી પાર્ટી શિવસેનાના વડા ઠાકરે પરિવારની પરંપરા તૂટી રહી છે. પાર્ટીની પાંખ યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરે લગભગ 11 વર્ષની લાંબી તૈયારી પછી વર્લી(મુંબઈ)થી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. 29 વર્ષીય આદિત્ય, ઉદ્ધવ ઠાકરેના પુત્ર છે. તે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં યુવાઓ વચ્ચે ઘણા લોકપ્રિય છે. તે અનેકવાર પાર્ટીની નીતિથી અલગ કામ કરવામાં ખચકાતા નથી. તાજેતરમાં તેમણે મુંબઈમાં ઉત્તર ભારતીયોના આયોજન કજરી મહોત્સવમાં હાજરી આપી હતી. તે આવા લગભગ એક ડઝન કાર્યક્રમોમાં ગયા. અહીં તેમણે કાર્યક્રમમાં ગમછો ઓઢ્યો, પાઘડી પહેરી અને ચોપાઈ પણ કહી. જોકે તેમની પાર્ટીને ઉત્તર ભારતીયોની વિરોધી મનાય છે. એવી જ રીતે મુંબઈમાં જ્યારે આરેના જંગલોનાં વૃક્ષોને બચાવવાની વાત આવી તો તેમણે સત્તારુઢ પક્ષના હોવા છતાં પણ જનભાવનાઓના પક્ષમાં અવાજ ઊઠાવ્યો. આ વાતની જાણકરી ઘણા ઓછા લોકોને છે કે તેમણે સક્રિય રાજનીતિમાં આવતા પૂર્વે સૌથી પહેલા હિન્દી શીખી.

આદિત્ય ઠાકરે જ્યારે બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં ભણતા હતા તે સમયે હિન્દીના શિક્ષક વિનય દુબેએ તેમને ઘરે જઈને હિન્દી શીખવી હતી. તે કહે છે કે આદિત્યની અંગ્રેજી પર પકડ ઘણી સારી છે એટલા માટે તેમની માતા રશ્મી ઠાકરેની ઈચ્છા હતી કે તે હિન્દી પણ સારી રીતે બોલે. વિનય કહે છે કે હિન્દી સુધારવા માટે તેમણે હરિવંશ રાય બચ્ચન, જયશંકર પ્રસાદ અને સુમિત્રાનંદન પંત સહિત અનેક કવિતઓને વાંચ્યા. ઉચ્ચારણમાં મુશ્કેલ શબ્દોનો ઉપયોગ કરવાથી બચવાની સલાહ પણ આપી. તે ક્યારેય લખેલું ભાષણ નથી વાંચતા. યુવા સેનાના સચિવ વરુણ સરદેસાઇ આદિત્યની કોર ટીમના મહત્ત્વપૂર્ણ સભ્ય છે. તે કહે છે કે જ્યારથી આદિત્ય ઠાકરેએ નોમિનેશન ભર્યુ છેે, બોલિવૂડ અને ક્રિકેટજગત સાથે સંકળાયેલા તેમના નજીકના મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - aditya read harivansh rai sumitrananda to learn hindi 063113
Div News - aditya read harivansh rai sumitrananda to learn hindi 063113


from Divya Bhaskar https://ift.tt/30VxC5O
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here