
ટલાક અન્તર્જાત સત્ય છોડીને, જેમ કે શાંતિ અને પ્રેમનો પ્રસાર તથા ક્રોધ અને ઘૃણાનો પરિત્યાગ, તમામ અન્ય સત્ય લાંબા ગાળા માટે સાપેક્ષ હોય છે. સત્યે દરેક કાળમાં બદલાયેલું નજરે પડે છે. તેથી જરૂરિયાત હોય છે નિષ્પક્ષ કોર્ટની અને તેમના માધ્યમથી નિરપેક્ષ સત્યને જાણવાની પરંતુ અદાલતો પણ માનવ-સંચાલિત જ હોવાથી ઘણીવાર તેમનું સત્ય પણ નીચેથી ઉપર અદાલત-દર અદાલત અને બેન્ચ-દર-બેન્ચ બદલાતું રહે છે. છતાં પણ સમાજ પાસેથી અપેક્ષિત હોય છે કે અંતિમ ધોરણે કોર્ટના ચુકાદાને જ સત્ય માનવું, ભલે તે તમારા સત્યથી ઇતર હોય. અયોધ્યા વિવાદ પર આજે 135 વર્ષ બાદ પણ અંતિમ ચુકાદો આવી શક્યો નથી. 1886માં ફૈઝાબાદના ડિસ્ટ્રિક્ટ જજ એફઇએ શૈમિયરે ચુકાદામાં લખ્યું હતું, ‘હિન્દુ જેને પોતાનું પવિત્ર સ્થળ માને છે તેના પર મસ્જિદની ઇમારત ભારે અફસોસની વાત છે પણ આ ઘટનાને 358 વર્ષ થઇ ચૂક્યા હોવાથી આને હવે બદલી શકાય તેમ નથી.’ તે ચુકાદા બાદ આજ સુધી બન્ને પક્ષ, હિન્દુ અને મુસલમાન અંતિમ ચુકાદાના અભાવે લડતા રહ્યા અને છેવટે ઇમારત પણ તોડી પડાઇ. હવે જ્યારે ચુકાદો થોડા દિવસોમાં જ સામે હશે ત્યારે તમામ પક્ષકારોની અને લોકોની જવાબદારી બને છે કે તેને ઇશ્વરીય વચન જેવો આદર આપીને શિરોધાર્ય કરે. જો કોઇ એક પક્ષ જરૂરિયાતથી વધુ ખુશી વ્યક્ત કરે તો તે બીજા પક્ષની હારમાં ઘી નાખવાનું કામ કરશે , જે સમાજમાં શાંતિના અન્તર્જાત સત્યની વિરુદ્ધ હશે. આપણે એ પણ ન ભૂલવું જોઇએ કે લોકતંત્રમાં સત્ય જાણવાનું બીજું કોઇ જ માધ્યમ નથી, સંસદ પણ નહીં, કેમ કે કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમની 13 જજની બેન્ચે આ આધારભૂત સંરચનાના સિદ્ધાંત પર સંસદની મર્યાદા નક્કી કરી છે. કોઇ પણ સંસદ માત્ર બહુમતીના સહારે કોઇ પણ કાયદો બનાવી દે તે ધર્મનિરપેક્ષતાના આધારભૂત સિદ્ધાંત વિરુદ્ધ હશે. આજના જમાનામાં સભ્ય સમાજ પાસેથી એવી અપેક્ષા હોય છે કે ચુકાદા બાદ ભલે કોઇ એક પક્ષની જીત અને બીજાની હાર થાય પણ ખુશી અને ગમના અતિરેકમાં તે કાયદા બહારનું પગલું ન ભરે. જો ભારતની સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ વસુધૈવ કુટુમ્બકમ માટે ઓળખાય છે અને ઇસ્લામનો સાર શાંતિ છે તો તેમના અનુયાયીઓની કટિબદ્ધતાની પરીક્ષા પણ આ ચુકાદા પછી જ થવાની છે.
કે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MEZ4AG
via
IFTTT
No comments:
Post a Comment