બિઝનેસ માટે ‘રેકોર્ડ’ નહી, ‘ક્ષમતા’ જુઓ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 22, 2019

બિઝનેસ માટે ‘રેકોર્ડ’ નહી, ‘ક્ષમતા’ જુઓ

દિવસોમાં ચા કે કોફી દરમિયાન લોકોમાં ઘણીબધી ચર્ચા આ વિષય પર થવા લાગી છે કે ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નોકરીઓ ખાઇ રહી છે-જો આ વાત સાચી છે તો ભવિષ્યમાં ઓછા શિક્ષિત લોકોનું શું થશે’?આ જટિલ સવાલના જવાબમાં જો હું પોતાના મગજ પર જોર નાંખુ તો સૌથી પહેલા જેની વાત ધ્યાનમાં આવી તે ન્યૂયોર્ક કૉસ માર્ટે નામની વ્યક્તિની છે. તેનો ઉછેર એક ફેક્ટરીમાં કામ કરતી માતાએ કર્યો હતો. તેનો પરિવાર ગરીબી રેખા હેઠળ જીવતો હતો અને માર્ટે જ્યારે આસપાસ સંપન્ન લોકોને જોતો તો તેને ખૂબ ગુસ્સો આવતો. આ જ કારણથી તે બાળપણમાં ડ્રગ ડીલરોના ચક્કરમાં ફસાઇ ગયો.જ્યારે તે 19 વર્ષનો થયો, તો તે અનેક મિલિયન ડોલરના ડ્રગનો બિઝનેસ ચલાવતો હતો, અને એટલા રૂપિયા કમાવી રહ્યો હતો કે તેને સમજાતું ન હતું કે તેનું તે શું કરે,પણ આ દરમિયાન આઠ વખત જેલ ગયો અને છૂટી પણ ગયો. 2009માં તે છેલ્લી વખત 23 વર્ષની ઉંમરે જેલ ગયો, અને તેને 12 વર્ષની સજા થઇ, બાદમાં તે ઘટાડીને પહેલા સાત અને છેલ્લે ચાર વર્ષની કરાઇ.જ્યારે માર્ટે લાંબી સજા માટે જેલ પહોંચ્યો તો ડોક્ટરોએ ચેતવણી આપી કે તેનું બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ નિયત્રંણ બાહર થઇ જતાં તેને પાંચ વર્ષની અંદર ઘાતક હાર્ટએટેક આવી શકે છે. માર્ટે માટે અા ચેતાવણી પ્રેરણા બની કારણ કે તે જેલમાં મરવા માંગતો ન હતો. તેણે પોતાના જ સેલ અને પ્રિઝન યાર્ડમાં વર્કઆઉટ કરવાનું શરુ કર્યું અને છ મહિનાના સતત વ્યાયામથી ે લગભગ 32 કિલો વજન ઉતાર્યું.તેના ફિટનેસ રૂટીને અન્ય બીજા કેદીઓનું પણ ધ્યાન ખેંચ્યું. તેણે બાકીના કેદીઓને પણ તાલીમ આપવાનું શરૂ કર્યું. એક જેલ અધિકારીની સાથે થયેલા વિવાદ બાદ તેને એકાંતવાસમાં મોકલી દેવાતા તો તેના મનમાં સારા કાર્યો પ્રતિ એક પ્રકારની આધ્યાત્મિક જાગૃતિ આવી.તેણે 2013માં આઝાદ કરી દેવાયો. જ્યારે તે જેલની બાહર આવ્યો ત્યારે દુનિયા બદલાઇ ગઇ હતી. કશું નવું કરવા માટે કામની શોધ શરુ કરી, પણ તેના જેલ જવાના રેકોર્ડના કારણે કોઇ કામ આપવા તૈયાર ન થયું. નિરાશ થયા વગર તેણે પોતાનું કામ શરુ કર્યું.અાજે તેના દ્વારા સ્થાપિત ‘કૉનબૉડી’એક પ્રિઝન-સ્ટાઇલ વાળી એવી ફિટનેસ કંપની છે જે કેટલાક ભૂતપુર્વ કેદીઓને ગરીબીના કુચક્રમાંથી બાહર કાઢી રહી છે જે પોતાના વીતિ ગયેલા કાળને દુનિયાથી છુપાવી નથી શકતા. તેમને ત્યાં કામ કરનાર દરેક પૂર્વકેદીનો ‘કૉનબૉડી ફિટનેસ કોચ’ તરીકે જન્મ થયો છે. અન્ય સુવિધા ઉપરાંત 10હજાર ડોલર વર્ષે તે કમાય છે.આજે પુરા અમેરિકામાં ‘કૉનબૉડી’ની માંગ વધી રહી છે.તે કહે છે કે આ કરવું ખૂબ જરૂરી હતું,કારણ કે સંસ્થા નફા વગર અથવા નફા સાથે કોઇપણ પૂર્વ ગુનેગાર માટે કશું કરવા નથી માંગતી. કદાચ આ જ કારણ છે કે આજે સમાજ બદલાયેલી વિચારધારાની સાથે કૉસ માર્ટેનું રક્ષણ કરે છે.

ફંડા એ છે કે જ્યારે કોઇ એક પૂર્વકેદી એવી સફળ સ્ટોરી બનાવી શકે છે તો ઓછા શિક્ષિત લોકો એવું કેમ નથી કરી શકતા. કોઇ નાના બિઝનેસની શરૂઆત કરો, પોતાની સેવાઓને સારા સ્તરની બનાવો અને કરિયરમાં આવનાર તકને ક્યારેય નજરઅંદાજ ન કરો.

મેનેજમેન્ટ ફંડા

એન. રઘુરામન

મેનેજમેન્ટ ગુરુ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - see 39capacity39 not 39record39 for business 063109


from Divya Bhaskar https://ift.tt/2MECVmf
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here