દિવ્ય ભાસ્કર અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની સંયુક્ત પહેલ ‘દિવાળી સાથે ડેન્ગ્યુની સફાઈ’ અંતર્ગત વોર્ડ નં.3માં સાંઈબાબા સોસાયટીમાં ડો. નિરવ કરમટા અને ડો. મિલાપ મશરૂએ સાંઈબાબા સોસાયટીમાં લોકો સાથે ડેન્ગ્યુ વિશે સીધો સંવાદ કર્યો હતો. ડો.કરમટાએ જણાવ્યું હતું કે, બાળકોને રમવાનો સમય અને મચ્છરના કરડવાનો સમય લગભગ સરખો હોવાથી બાળકોની ખાસ કાળજી રાખવા આખી બાંયના કપડાં અને પેન્ટ પહેરવા જણાવ્યું હતું. ડો. મશરૂએ કહ્યું હતું કે, ગામડાં કરતા શહેરમાં વધારે ડેન્ગ્યુ થાય કારણ કે અહીં ટાયર, ભંગાર, કુંડા વગેરેમાં ચોખ્ખું પાણી સંગ્રહિત રહે અને તેમાંથી જ એડીસ ઈજિપ્તી મચ્છર ઉછરીને ડેન્ગ્યુ ફેલાવે છે. વોર્ડના કોર્પોરેટર અતુલ રાજાણી, દિલીપ આસવાણી, વજુભાઈ છૈયા પણ હાજર રહ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31plJVR
via IFTTT
No comments:
Post a Comment