વોર્ડ નંબર 10માં આઈએમએના પ્રમુખ ડો. ચેતન લાલસેતા, ડો. મયંક ઠક્કર અને ડો. જય ધિરવાણીએ મેઈન બજારમાં રાહદારી, વાહનચાલક અને વેપારીને ડેન્ગ્યુથી બચવા માટેની ટિપ્સ આપી હતી. રહેણાક વિસ્તાર પુષ્કરધામ અને આજુબાજુની દુકાને-દુકાને 2 કિલોમીટર સુધી જઈને લોકોને મળ્યા અને ડેન્ગ્યુ કેવી રીતે થાય છે. તેની સમજ આપી હતી. તબીબોએ સ્થળ પર કરેલા નિરીક્ષણ પરથી એવું તારણ નીકળ્યું કે, આ વિસ્તારમાં પાણી ભરેલા કુંડા હતા. જેને કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોય. એક જગ્યાએ તો પાણી ભરેલા ટાયરમાં લારવા મળતા ત્યાં જ નિકાલ કરાયો હતો. રાહદારીને ઊભા રાખીને ડેન્ગ્યુથી કેમ બચી શકાય તેની સમજ આપી હતી. દિવ્ય ભાસ્કરના આ અભિયાનમાં મેયર બિનાબેન આચાર્ય, કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા, પરેશભાઈ હુંબલ, કાશ્મીરાબેન નથવાણી અને રઘુભા વાઘેલા જોડાયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Mt37QF
via IFTTT
No comments:
Post a Comment