યસ બેન્કનો શેર પાંચ દિવસની પીછેહઠમાંથી બહાર આવી આજે 33 ટકાના ઊછાળા સાથે રૂ. 42.55 બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે 36 ટકાના ઉછાળા સાથે રૂ. 43.50ની સપાટીએ સ્પર્શી ગયો હતો. બેન્કે એવી સ્પષ્ટતા કરી છે કે, તેની આર્થિક સ્થિતિ સદ્ઘર છે અને પ્રવાહીતાની સ્થિતિ પણ નિયમનકારી જરૂરિયાત કરતાં વધુ છે. તેના પગલે આજનો સુધારો જોવા મળ્યો હતો. જેના કારણે કંપનીનું માર્કેટકેપ રૂ. 3435.66 કરોડ વધી રૂ. 10851.66 કરોડ થયું હતું. બેન્કે એવીપણ સ્પષ્ટતા કરી હતી કે, તેના શેરમાં કડાકાનું કારણે 10 ટકા જેટલા ઇક્વિટી શેર્સનું ફરજિયાત જંગી વેચાણ રહ્યું હતું. જેના કારણે બેન્કનો શેર શુક્રવારે ઇન્ટ્રા-ડે 30 ટકા સુધી તૂટ્યો હતો. દરમિયાનમાં બીએસઇ સેન્સેક્સ આજે વધુ 198.54 પોઇન્ટના ઘટાડા સાથે 38106.87 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી-50 ઇન્ટ્રા-ડે 11300ની સપાટી તોડ્યા બાદ છેલ્લે 46.80 પોઇન્ટના ઘટાડે 11313.10 પોઇન્ટ બંધ રહ્યો હતો. ટેલિકોમ, બેન્ક્સ, કેપિટલ ગુડ્સ અને મેટલ્સ શેર્સમાં ઘટાડાની ચાલ રહી હતી. યુએસ-ચીન ટ્રેડવોર વકરવાના ભયે યુએસ શેરબજારોની આગેવાની હેઠળ વૈશ્વિક શેરબજારોમાં સેલિંગ પ્રેશર, યુએસ દ્રારા યુરોપિયન ગુડ્સ ઉપર નવી ટેરિફ્સ લાદવાની વાતો, ઘર આંગણે ફાઇનાન્સિયલ સેક્ટરની મુશ્કેલી વધવાની દહેશત, ઉત્પાદન પીએમઆઇમાં નેગેટિવ ટ્રેન્ડ જેવાં નકારાત્મક કારણો વચ્ચે ભારતીય બજારોમાં ચોથા દિવસે ઘટાડો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2M8weaq
via IFTTT
No comments:
Post a Comment