આરબીઆઈ આજે મોનેટરી પોલિસી બેઠકમાં રેપોરેટમાં પુન: ઘટાડો કરી શકે છે. સરકારના અર્થવ્યવસ્થામાં વધુને વધુ રોકડ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને લીધે આશાવાદ સેવાઈ રહ્યો છે. કરન્સી નિયંત્રણમાં રહેવાના લીધે પણ રેપોરેટ વધવાની સંભાવના છે. આ વર્ષે અત્યારસુધીમાં આરબીઆઈ ચાર વખત રેપોરેટમાં ઘટાડો કરી ચૂકી છે. નિષ્ણાતો અનુસાર, શુક્રવારે આરબીઆઈ રેપોરેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. ઓગસ્ટમાં આરબીઆઈએ રેપોરેટમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો હતો. આરબીઆઈ રેપોરેટના આધારે બેન્કોને લોન આપે છે. બેન્કોને મળતી લોનના દર ઘટવાનો સીધો લાભ બેન્કોએ ગ્રાહકોને આપવો પડશે. તેથી સમાન્ય લોકોના હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોનના રેટ ઘટશે.
આરબીઆઈએ કહ્યુ હતુ કે, બેન્કિંગ સિસ્ટમ સુરક્ષિત: થોડા દિવસ પહેલાં જ આરબીઆઈએ જણાવ્યુ હતુ કે, બેન્કિંગ સિસ્ટમ સુરક્ષિત અને સ્થિર છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oTvgGU
via IFTTT
No comments:
Post a Comment