પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા જગતમંદિરમાં દર વર્ષ ની પરંપરા મુજબ દશેરાનાં દિવસે ભગવાન દ્રારકાધીશ શસ્ત્ર પૂજન કરે છે. સાથે વેપારી વર્ગ પણ જોડાય છે.પરંપરા મુજબ જ ભગવાન દ્વારકાધીશજીના ઉત્સવ્ સ્વરૂપ એવા ગોપાલ મહારાજ સમી પૂજન કરવા આજે વિજયા દશમી દશેરાના પાવન અવસરે દ્વારકાધીશ મંદિરેથી ઢોલ નગારા અને શુરવલી સાથે સાંજે પૂજન સામગ્રી સાથે પાલખીયાત્રામાં બહાર સમીના વૃક્ષ પાસે પૂજન કરવા નીકળ્યા હતા.પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર અઅપાયું હતું.
શાસ્ત્રોક્ત કથન મુજબ જ્યારે મહાભારત કાળમાં પાંડવો અજ્ઞાતવાસ માટે જતા હતા ત્યારે અસ્ત્ર-શસ્ત્ર જે શકિતના પ્રતીકો છે તેને ક્યાં રાખવા એ સમસ્યા હતી.કારણ કે શકિત મન પડે તેમ ન રાખી શકાય .એટલા માટે ભગવાન દ્વારકાધીશએ પાંડવો ને આજ્ઞા આપી કે તમે સમીના વૃક્ષને આપના અસ્ત્રો-શસ્ત્રો સોંપી દો.જેના કારણે આપનો શક્તિની વૃધ્ધિ થશે એજ પરંપરા પ્રમાણે આપનો આપણી શકિત ,વ્યાપાર વગેરે સમીને સોંપી હતી.આ પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશ ખુદ બાળસ્વરૂપે પાલખીયાત્રામાં બેન્ડવાજા સાથે નીકળે છે.અને બહાર સમીના વૃક્ષ સુધી પહોંચે છે.જ્યાં સમીપુજન કરે છે.જેથી સમીપુજન કહેવામાં આવે છે.વિજયા દસમી ના પાવન અવસરે શહેરના વેપારીઓ પણ દર વર્ષની જેમ સમી પૂજનમાં જોડાયા હતા અને પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ પૂજા વિધિ કરીને વેપાર ધંધાની વૃધ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nsE5Hu
via IFTTT
No comments:
Post a Comment