સરકાર દ્વારા જીએસટી અમલીકરણ પૂર્વેના બાકી વેરાની વસૂલાત માટે વેરા સમાધાન યોજના શરૂ કરવામાં આવી છે. હાલારમાં 1013 વેપારી પાસેથી જીએસટી અમલીકરણ પૂર્વેના 2059 કરોડના વેરાની વસૂલાત બાકી છે. ત્યારે યોજના શરૂ થયાના 20 દિવસમાં 24 અરજી વેટ વિભાગને મળી છે.આ યોજના 15 નવેમ્બર સુધી ચાલશે. વેટ વિભાગ દ્વારા વેપારીઓને જાણકારી માટે સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જીએસટીના અમલીકરણ પૂર્વેના બાકી વેરાની વસૂલાત માટે સરકારે 15 સપ્ટેમ્બરથી વેરા સમાધાન યોજના શરૂ કરી છે.આ યોજના 15 નવેમ્બર સુધી ચાલશે.આ યોજના અંતર્ગત ગુજરાત વેચાણવેરા કાયદો,ગુજરાત મૂલ્યવર્ધિત વેરા અધિનિયમ, ધી મુંબઇ સેલ્સ ઓફ મોટર સ્પીરીટ ટેકસેસન એકટ, ગુજરાત પરચેઝ ટેકસ ઓન સુગરકેન એકટ, કેન્દ્રીય વેચાણવેરા કાયદો, એન્ટ્રી ટેકસ કાયદો 6 પૈકી કોઇ એક અથવા વધુ કાયદા અન્વયે કોઇ એક અથવા વધુ વર્ષ માટે લેણા (વેરો તથા લાગુ પડતા વ્યાજ તથા દંડ સહીત)બાકી હોય અથવા પડતર કાર્યવાહી જેવી કે એસેસમેન્ટ, રીએસેસમેન્ટ, રીવીઝન, અપીલના અનુસંધાને ભવિષ્યમાં આવા લેણા ઉપસ્થિત થવાની સંભાવના હોય તેવા તમામ કિસ્સામાં આ યોજનાનો લાભ લઇ શકશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1013 વેપારી પાસેથી જીએસટીના અમલીકરણ પૂર્વેના રૂ.2059 કરોડની વસૂલાત બાકી છે. ત્યારે વેપારીઓ આ યોજનાનો વધુને વધુ લાભ લે તે માટે વેટ વિભાગ દ્વારા શહેર અને જિલ્લાના તાલુકા મથકોએ સેમિનારનું આયોજન કરી અને યોજનાની જાણકારી આપવામાં આવી રહી છે. સમાધાન યોજના શરૂ થયાના 20 દિવસમાં વેટવિભાગને બંને જિલ્લામાંથી 24 વેપારીઓની અરજી મળી છે.ત્યારે વેરા સમાધાન યોજના પૂર્ણ થાય ત્યાં સુધી કેટલા વેપારી લાભ લે તે જોવાનું રહ્યું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OtjIVP
via IFTTT
No comments:
Post a Comment