
ટાઇગર શ્રોફની તાજેતરમાં રિલીઝ થયેલી એક્શન ફિલ્મ ‘વૉર’માં દર્શાવાયેલા અદભુત એક્શન દ્રશ્યોએ તેની આગામી ફિલ્મ ‘બાગી 3’ના નિર્માતાઓને મૂંઝવણમાં મૂકી દીધા છે. ‘વૉર’માં ટાઇગરની એક્શને એવા અલગ માપદંડને સેટ કર્યો છે કે, ‘બાગી 3;ની ટીમ દ્વારા તૈયાર કરાયેલા એક્શન સીન્સ પ્લાનિંગ નેવે મૂકાઈ ગયા છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, ‘’બાગી 3’ની ટીમ પોતાની ફિલ્મમાં એક્શન સિક્વન્સ માટે ‘નેવર સીન બીફોર’ પ્રકારના કોન્સેપ્ટ પર કામ કરી રહી હતી. પણ હવે જ્યારથી ‘વૉરરિલીઝ થઇ છે, ત્યારથી બધાના માથે ચિંતાની રેખાઓ અંકાઈ છે. પ્રોડ્યુસર-ડાયરેક્ટરના કહેવા પર ‘બાગી 3’ની થિંક ટેન્કે એવી એક્શનની જોરદાર શોધ શરૂ કરી દીધી છે, જે ‘વૉર’ના એક્શન કરતા પર બે પગલાં આગળ હોય. આ માટે ટીમ દિવસ રાત હોલિવૂડ, કોરિયા અને ચાઈનાની એક્શન પેક્ડ ફિલ્મો જોવામાં લાગી ગઈ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/337fYNQ
via
IFTTT
No comments:
Post a Comment