‘દિવ્ય ભાસ્કર’ની ભુજ (કચ્છ) અાવૃત્તિનું ગુરુવારથી રિલોન્ચિંગ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 22, 2019

‘દિવ્ય ભાસ્કર’ની ભુજ (કચ્છ) અાવૃત્તિનું ગુરુવારથી રિલોન્ચિંગ

‘દિવ્ય ભાસ્કર’ની ભુજ (કચ્છ) અાવૃત્તિનું 24 અોક્ટોબર, ગુરુવારથી રિલોન્ચિંગ થઈ રહ્યું છે. કચ્છ અને કચ્છીયતને ઉજાગર કરતા વધુ ને વધુ સમાચારો તથા બૃહદ કચ્છને અાવરી લેતી ખબરોનું વાંચન વૈવિધ્ય હવેથી દરરોજ કચ્છીજનોને પીરસવામાં અાવશે.

કચ્છ ભાસ્કરનું લોકાર્પણ બુધવારે સાંજે ભુજમાં યોજાનારા અેક કાર્યક્રમમાં થશે. અા કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહેશે તથા કચ્છના સાંસદ વિનોદ ચાવડા, બોર્ડર રેન્જના અાઇજી સુભાષ ત્રિવેદી તેમજ કચ્છના ધારાસભ્યો, તમામ શહેરના નગરપતિઅો તેમ જ રાજકીય-સામાજિક-અાૈદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઅો અને અધિકારીઅો ઉપસ્થિત રહેશે. ‘દિવ્ય ભાસ્કર’ના અંક સાથે જ દરરોજ ‘કચ્છ ભાસ્કર’ના અલગ ચાર પેજ અાપવામાં અાવશે. તેમાં ગાંધીધામ જેવા કચ્છના સાૈથી મહત્ત્વના શહેરથી લઇને અા સરહદી જિલ્લાના નાનામાં નાના ગામડાના સમાચારોને સ્થાન અાપવામાં અાવશે. કોઇ પણ જાતના ભાવ વધારા વગર મોડી રાત સુધીની કચ્છની દરેક ખબર, સાૈની ખબર અને ખબરોની ખબર અા કચ્છ ભાસ્કરમાં અાપવામાં અાવશે. અા ઉપરાંત ભુજ શહેરની તમામ ખબરો અને દેશ-વિદેશ, સ્પોર્ટસ, બિઝનેસ, તંત્રીપેજ, ગુુજરાત અને જિલ્લાની મહત્ત્વની ખબરો પણ સમાવિષ્ટ રહેશે.

કચ્છની અાગવી સંસ્કૃતિ, ભાતીગળ હસ્તકલા, અનોખું સંગીત, મહિલા પ્રવૃત્તિ, યુવા પ્રવૃતિ, જુદા જુદા મંતવ્ય પણ અમે અાપીશું. ટૂંકમાં કચ્છીયત અને કચ્છની અસ્મિતાને અખબારના માધ્યમથી ઉજાગર કરવાના પ્રયાસોમાં અમે કોઇ કમી નહીં છોડીઅે. અેમાં અમને અાપ સાૈનો સક્રિય સાથ અને સહકાર મળી રહેશે અેનો વિશ્વાસ છે. અા અખબાર કચ્છનું પોતીકું અખબાર બને, તમારું પોતાનું અખબાર અને તમારો અવાજ બને અે જ અમારું લક્ષ્ય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2BLU47j
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here