મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજ્યંતિ ઉપલક્ષ્યમાં ભારતીય રાજદૂતાવાસ આયોજિત મહાત્મા ગાંધી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 22, 2019

મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજ્યંતિ ઉપલક્ષ્યમાં ભારતીય રાજદૂતાવાસ આયોજિત મહાત્મા ગાંધી

મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજ્યંતિ ઉપલક્ષ્યમાં ભારતીય રાજદૂતાવાસ આયોજિત મહાત્મા ગાંધી પ્રદર્શનીનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરતા કહ્યું હતું કે, ગાંધી વ્યકિત નહિ, વિચારધારા છે. તેમણે દરિદ્રનારાયણના ઉત્થાન સાથે સત્ય, અહિંસા, પર્યાવરણ સુરક્ષા અને સ્વછતાનો જે સંદેશ આપ્યો છે તે કોઇ એકાદ રાષ્ટ્ર-દેશ નહિ પરંતુ સમગ્ર વિશ્વની માનવજાત માટે આજે પણ એટલો જ પ્રસ્તુત છે. આ પ્રદર્શન ઉદ્દઘાટન અવસરે એક ઉઝબેક યુવકે મહાત્મા ગાંધીનું પ્રિય ભજન ‘‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’’ની ભાવસભર રજૂઆત કરી સૌને મૃગ્ધ કર્યા હતા. મુખ્યમંત્રીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના તેમના ચોથા દિવસનો પ્રારંભ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદની સ્વ. લાલબહાદૂર શાસ્ત્રી સ્કૂલની મૂલાકાતથી કર્યો હતો. મુખ્યમંત્રીએ મેમોરિયલ મૂલાકાત બાદ વિઝીટર બૂકમાં હિન્દીમાં જ પાઠવેલા સંદેશામાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલબહાદૂર શાસ્ત્રીને હ્વદયપૂર્વક ભાવભીની અંજલિ આપતાં લખ્યું કે, આવનારી સદીઓ સુધી સ્વ. શાસ્ત્રીજીના અપ્રતિમ જીવન કાર્યોની અનૂભુતિ આપણને આ સ્કૂલ - મેમોરિયલ કરાવતા રહેશે. સ્વ. લાલબહાદૂર શાસ્ત્રીજીએ કવેળાએ આપણી વચ્ચેથી વિદાય લીધી, પરંતુ દેશ માટે એમના ત્યાગ અને સમર્પણે ભારતના હરેક ઘરમાં તેમને જીવીત રાખ્યા છે. આ જ કારણથી શાસ્ત્રીજી પ્રત્યેક ભારતીયના દિલમાં વસ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2N39c5b
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here