મિથુને બર્થ-ડે પર હેટ્રિક ઝડપી, કર્ણાટક વિજય હઝારે ટ્રોફીમાં ચોથીવાર ચેમ્પિયન - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 25, 2019

મિથુને બર્થ-ડે પર હેટ્રિક ઝડપી, કર્ણાટક વિજય હઝારે ટ્રોફીમાં ચોથીવાર ચેમ્પિયન

વિજય હઝારે ફાઈનલમાં તામિલનાડુ પ્રથમવાર હાર્યું

એજન્સી | બેંગલુરુ

ઝડપી બોલર અભિમન્યુ મિથુન (5/34)ની શાનદાર બોલિંગના દમ પર કર્ણાટકે ચોથીવાર વિજય હઝારે ટ્રોફીનું ટાઈટલ જીત્યું. મિથુને મેચમાં હેટ્રિક ઝડપી. તે ફાઈનલમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ બોલર બન્યો. ટૂર્નામેન્ટમાં પ્રથમવાર કર્ણાટકના કોઈ બોલરે હેટ્રિક ઝડપી હતી. આ હેટ્રિક એટલે પણ ખાસ હતી કારણ કે શુક્રવારે મિથુનનો 30મો જન્મદિવસ હતો. તામિલનાડુની ટીમ પ્રથમ બેટિંગ કરતા 49.5 ઓવરમાં 252 રન કરી ઓલઆઉટ થઈ. જવાબમાં કર્ણાટકે વરસાદના કારણે મેચ અટકી ત્યાં સુધીમાં 23 ઓવરમાં 1 વિકેટના ભોગે 146 રન કરી લીધા હતા. કર્ણાટકને વીજેડી નિયમ હેઠળ 60 રનથી વિજેતા જાહેર કરવામાં આ‌વી.

કર્ણાટકે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 24 રનમાં 2 વિકેટ પડ્યા બાદ મુકુંદ (85) અને બાબા અપરાજીત (66)એ ત્રીજી વિકેટ માટે 124 રન જોડી ઈનિંગ્સ સંભાળી. અંતમાં ટીમનો ધબડકો થયો હતો. 50મી ઓવરમાં મિથુને 3 બોલમાં 3 વિકેટ ઝડપી ઈનિંગ્સનો અંત આણ્યો હતો. રન ચેઝ કરતા કર્ણાટકની શરૂઆત સારી ના રહી અને દેવદત્ત 11 રન કરી આઉટ થયો. 34 રન પર પ્રથમ વિકેટ પડ્યા બાદ લોકેશ (52*) અને મયંક (69*)એ બીજી વિકેટ માટે અણનમ 112 રનની ભાગીદારી કરી. વરસાદના કારણે મેચ આગળ રમાઈ શકી નહીં.

લિસ્ટ-એ ક્રિકેટમાં અભિમન્યુ મિથુને પ્રથમવાર 5 વિકેટ ઝડપી

5 બોલર્સે 20+ વિકેટ ઝડપી, મિથુન પણ લિસ્ટમાં સામેલ

ટૂર્નામેન્ટમાં 5 બોલર્સે 20+ વિકેટ ઝડપી હતી. આસામના ઝડપી બોલર પ્રીતમ દાસ અને મ.પ્ર.ના ગૌરવ યાદવે સૌથી વધુ 23-23 વિકેટ ઝડપી હતી. મિથુન 20 વિકેટ સાથે સંયુક્ત રીતે ત્રીજા નંબરે છે. ગુજરાતના રુસ કલારિયાએ 21 અને આસામના રોશન આલમે 20 વિકેટ ઝડપી હતી.

ટૂર્નામેન્ટમાં 2 ખેલાડીઓએ 600થી વધુ રન કર્યા

ટૂર્નામેન્ટમાં 2 ખેલાડીઓએ 600+ રન કર્યા. કર્ણાટકના દેવદત્તે સૌથી વધુ 612 રન કર્યા. તેણે 2 સદી અને 5 અડધી સદી ફટકારી હતી. જ્યારે તામિલનાડુના અભિમન્યુ મુકુન્દે 1 સદી, 4 અડધી સદીથી 600 રન કર્યા હતા. લોકેશ રાહુલે કુલ 598 રન કર્યા. તામિલનાડુના યુવા ખેલાડી બાબા અપરાજીતે પણ 598 રન કર્યા.

કર્ણાટક 3 વર્ષમાં બીજીવાર ટાઈટલ જીતવામાં સફળ રહ્યું

કર્ણાટકે ચોથીવાર ટૂર્નામેન્ટનું ટાઈટલ જીત્યું. ટીમે 2013, 2014 અને 2017માં ટાઈટલ જીત્યું હતું. જ્યારે તામિલનાડુની ટીમે સૌથી વધુ 5 વાર ટાઈટલ જીત્યા છે. પરંતુ ટીમ આ વખતે પ્રથમવાર ફાઈનલમાં હારી છે. જીત બાદ કર્ણાટકના કેપ્ટન મનિષ પાંડેએ જણાવ્યું કે, ટીમના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - mithun gets a hat trick on birthday karnataka champions 4th in vijay hazare trophy 062646
Div News - mithun gets a hat trick on birthday karnataka champions 4th in vijay hazare trophy 062646


from Divya Bhaskar https://ift.tt/2WjrRhl
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here