


પાસ્કેલ બોનેફોય | સેન્ટિયાગો
ચિલીમાં મેટ્રો ટ્રેનનું ભાડું વધારવા વિરુદ્ધ હિંસક દેખાવો શમવાનું નામ નથી લઈ રહ્યા. પોલીસ અને દેખાવકારો વચ્ચે હિંસક અથડામણમાં અત્યાર સુધી 18 લોકો મૃત્યુ પામ્યા છે. અને 535 લોકો ઘવાયા છે. માર્યા ગયેલા લોકોમાં ચાર વિદેશી પણ હતા. સરકારે પ્રજા માટે પગાર, પેન્શનમાં વધારો, વીજળી દરમાં રાહત અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાના પેકેજની જાહેરાત કરી હતી. એટલું જ નહીં પ્રમુખ સેબેસ્ટિયન પિનેરાએ એમ પણ કહ્યું કે તે સાંસદોના પગારમાં 25 ટકા કાપ મૂકશે. તેનાથી મળેલી રકમ સરકારી કર્મચારીઓના પગાર પાછળ ખર્ચાશે. તેમ છતાં 15 શહેરોમાં લાખો લોકો પાંચ દિવસથી માર્ગો પર ઉતરી દેખાવ કરી રહ્યા છે. તેમણે મેટ્રો સ્ટેશન અને બસમાં આગચંપી કરી હતી. સુપરમાર્કેટ, દુકાનો અને બેન્કોમાં લૂંટફાટ કરી હતી. લગભગ 2400 લોકોની ધરપકડ કરાઇ હતી.
ત્રણ દાયકાના સૌથી હિંસક દેખાવ : સ્થાનિક મીડિયા તેને ચિલીના ગત 30 વર્ષના સૌથી હિંસક દેખાવ ગણાવી રહી છે. બીજી બાજુ અમુક સાંસદોએ તેમના પગારમાં કાપ મૂકવાનો વિરોધ પણ કર્યો હતો. બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્રએ નિવેદન જાહેર કરી કહ્યું કે તે ચિલીમાં દેખાવો દરમિયાન થયેલા મોતની તપાસ કરશે. તે જોશે કે આ મોત માનવાધિકારોના ભંગના મામલા સાથે સંબંધિત તો નથી ને? તેના માટે સંયુક્ત રાષ્ટ્રની ટીમ ચિલી જશે.
ચિલી : પ્રમુખે કહ્યું, સાંસદોનો પગાર કાપી સરકારી કર્મચારીઓને આપીશ, દેખાવો બંધ કરો; છતાં લાખો લોકો 5 દિવસથી માર્ગો પર ઊતરી હિંસક દેખાવ કરી રહ્યા છે
તસવીર વાલ્પેરેસોની છે. અહીં પોલીસ સાથે અથડામણ જારી છે. પોલીસના વાહનોને પણ નિશાન બનાવાયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35ZKI5w
via IFTTT
No comments:
Post a Comment