‘મને એટલી જ સુંદર મળી જેટલી સુંદર હોઈ શકતી હતી’ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 25, 2019

‘મને એટલી જ સુંદર મળી જેટલી સુંદર હોઈ શકતી હતી’

ઇન્ડસ્ટ્રીના સૌથી સુંદર કપલ્સમાંથી એક શાહરુખ અને ગૌરી ખાને શુક્રવારે પોતાના લગ્નની 28મી એનિવર્સરી સેલિબ્રેટ કરી. આ પ્રસંગે શાહરુખે ગૌરી સાથે એક તસવીર શેર કરતા રોમેન્ટિક નોટ લખ્યો. તેણે લખ્યું,

 ‘લાગે છે જાણે કાલની જ વાત હતી... ત્રણ દાયકા અને ત્રણ પ્રેમાળ બાળકો. તમામ પરી કથાઓથી અલગ મને આ વાત પર વિશ્વાસ છે કે મને એટલી જ સુંદર મળી, જેટલી સુંદર હોય શકતી હતી.’

ઉલ્લેખનીય છે કે 1992માં આવેલી ફિલ્મ ‘દીવાના’થી બોલિવૂડ ડેબ્યૂ કરતા પહેલા જ શાહરુખે 1991માં ગૌરી ખાન સાથે લગ્ન કરી લીધા હતા.

50મા ઇફ્ફીને હોસ્ટ કરશે કરણ

નિર્માતા-નિર્દેશક કરણ જોહર આ વખતે ગોવામાં યોજાનારા 50મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (ઇફ્ફી)નું ઉદઘાટન સમારોહ હોસ્ટ કરશે. 20 નવેમ્બરથી શરૂ થનારા આ ફિલ્મ મહોત્સવના ઉદઘાટન સમારોહમાં ભારતીય સિનેમાના તમામ દિગ્ગજ હાજર રહેવાના છે. આ એ સમારોહનું સ્વર્ણ જયંતી વર્ષ છે અને આ વર્ષની થીમ છે એક ભારત, શ્રેષ્ઠ ભારત. કાર્યક્રમ 20થી 28 નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે.

આયુષ્માન સાથે ઝૂમી સોનમ

પંજાબી મોડલ અને એક્ટ્રેસ સોનમ બજવા આયુષ્યમાન ખુરાનાની અપકમિંગ ફિલ્મ ‘બાલા’માં દેખાશે. આ ફિલ્મમાં તે આયુષ્યમાન સાથે સિંગર હાર્ડી સંધૂના હિટ ગીત ‘ન ન ન ગોરિએ’ પર ડાન્સ કરતી દેખાશે. ફિલ્મનું આ ગીત મેકર્સે શુક્રવારે રિલીઝ કર્યુ. આ પહેલા સાંભળવામાં આવ્યું હતું કે સોનમ, વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સ 3ડી’માં પણ એક ગીતમાં વરુણ સાથે દેખાવાની છે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા પહેલા શૂટ પૂરું કરી લેવાની છે તૈયારી...

પ્રકાશ ઝા છેલ્લા 20 દિવસથી અયોધ્યામાં બનાવી રહ્યા છે ‘આશ્રમ’, બોબી દેઓલ સાધુ બનશે અને સચિન શ્રોફ કરશે કમબેક

અપકમિંગ વેબ શો...

આખું યૂપી અત્યારે ગ્લેમર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ગતિવિધિઓનું ગઢ બનેલું છે. લખનૌ, કાનપુર, આગરા, અલાહાબાદમાં તો તાબડતોડ ફિલ્મોનું શૂટિંગ થયા પછી હવે અયોધ્યામાં પણ શૂટિંગ શરૂ થઈ ગયું છે. અહીં પ્રકાશ ઝા છેલ્લા કેટલાય દિવસોથી એકદમ ગુપચૂપ રીતે પોતાના વેબ શો ‘આશ્રમ’નું શૂટિંગ કરી રહ્યા છે. તેમણે અત્યાર સુધી કોઈને તેની જાણ નથી થવા દીધી. આ દરમિયાન સેટ પર મોજૂદ સૂત્રોએ દિવ્ય ભાસ્કરને માહિતી આપી. તેમણે જણાવ્યું કે આ વેબ શોમાં બોબી દેઓલ સાધૂના રોલમાં છે. તેમજ દર્શન કુમાર ઇન્સ્પેક્ટર બન્યો છે. ખાસ વાત એ છે કે આ વેબ શોથી પ્રસિદ્ધ ટીવી આર્ટિસ્ટ સચિન શ્રોફ કમબેક કરી રહ્યા છે. થોડા સમયથી તે ગ્લેમર ઇન્ડસ્ટ્રીથી દૂર હતા.

દિવાળીના પ્રસંગે સમજો સેલેબ્સની ફેશન અને ફોલો કરી તેને પોતાની બનાવો...

મુંબઈમાં થયેલા 21મા મામી ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં અનેક સેલેબ્સે પોતાની હાજરી નોંધાવી. ફેશનથી સજ્જ આ ઇવનિંગમાં બધા કોઈક જુદા-જુદા ટ્રેન્ડ સેટ કરવામાં જોડાયેલા હતા.

દીપિકા પાદુકોણ

દીપિકાએ અહીં પર્લ વ્હાઇટ ફ્રિલ્ડ ટોપને બ્લેક પેન્ટ અને હાઇ હીલ્સ સાથે પેર કર્યુ.

એમએક્સ પ્લેયર પર થશે સ્ટ્રીમ

પ્રકાશ ઝાની દીકરી દિશા ઝાએ પણ આ તમામ ડેવલપમેન્ટ્સની માહિતી આપતા કહ્યું,

 ‘આ શો એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થશે. તેનો કોન્સેપ્ટ સ્વયં એમએક્સ પ્લેયરવાળા લઈને આવ્યા હતા. પપ્પા માત્ર આ શોને ડાયરેક્ટ કરી રહ્યા છે. તેમાં ફીમેલ લીડ રોલ અણુપ્રિયા ગોયનકા ભજવી રહી છે. સચિન અને દર્શન તો અયોધ્યામાં શૂટ કરી રહ્યા છે. તેમજ અણુપ્રિયાના પણ ત્યાં ટીમ જોઇન કરવાની પ્રબળ શક્યતા છે.’

તાપસી પન્નૂ

તાપસી ગોલ્ડન કલરના પલાજોમાં દેખાઈ જેને તેણે સ્ટ્રિપ ટોપ સાથે પેર કર્યુ.

ટૂંક સમયમાં જોડાશે બોબી

બોબી દેઓલ પણ ટૂંક સમયમાં આ શોની કાસ્ટ એન્ડ ક્રૂ જોઇન કરશે. તે અત્યાર સુધી ‘હાઉસફુલ 4’ના પ્રમોશનમાં વ્યસ્ત હતો.

કુંભમાંથી લાવ્યા હતા ફુટેજ

આ શોની કહાણી સાધુઓના રાજકીય અને વ્યાપારિક કનેક્શન પર આધારિત છે. સાધુઓના રિયલ ફુટેજ માટે પ્રકાશ ઝા આ વર્ષે કુંભ મેળામાં અલાહાબાદ પણ ગયા હતા. ત્યાંથી અનેક ફુટેજ લઈને આવ્યા હતા ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે તે પોતાના પેન્ડિંગ પ્રોજેક્ટ ‘સત્સંગ’ માટે આ બધુ કરી રહ્યા છે પરંતુ ફાઇનલી હવે સ્પષ્ટ થયું છે કે તે વેબ શો ‘આશ્રમ’ માટે આ બધુ કામ કરી રહ્યા હતા.

રિચા નોઇસ ફ્રી દિવાળી સેલિબ્રેટ કરશે

દિવાળીના આ ખાસ તહેવારમાં બોલિવૂડ સેલેબ્સ અનેક પ્રકારના સંકલ્પ લઈ રહ્યા છે. એવામાં રિચા ચડ્ઢાએ પણ આ દિવાળીએ એક સંકલ્પ લીધો છે કે તે નોઇસ પોલ્યુશન નહીં કરે. વાસ્તવમાં, રિચા હાલમાં પ્રાણીઓને રેસ્ક્યૂ કરનારી એક એનજીઓ સાથે જોડાયેલી છે જે પુણેમાં છે. થોડા દિવસ પહેલા તે પોતાના શૂટિંગથી પરત ફરતી વખતે ત્યાં રોકાઇને પ્રિ-દિવાળી સેલિબ્રેશન કર્યુ. ત્યાં તેણે એક વીડિયો પણ બનાવ્યો, જેને તે દિવાળીના દિવસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશે. આ વીડિયોમાં તે લોકો પાસે એવી અપીલ કરતા દેખાશે કે આ વર્ષે ફટાકડા ફોડીને નોઇસ પોલ્યુશન ન કરો. તેનાથી પશુ-પક્ષીઓ અને જાનવરો પર ઊંડી અસર થાય છે, તે મેન્ટલી ડિસ્ટર્બ હોવાની સાથે ડરેલા અને ગભરાયેલા રહે છે. તેનાથી અનેક પક્ષીઓના જીવ પણ જતા રહે છે. આ માત્ર જાનવરો પર જ નહીં મનુષ્યો પર પણ ખરાબ અસર કરે છે. જો શક્ય હોય તો આ વર્ષે નોઇસ ફ્રી દિવાળી સેલિબ્રેટ કરો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - 39as beautiful as i could find39 062638
Div News - 39as beautiful as i could find39 062638
Div News - 39as beautiful as i could find39 062638
Div News - 39as beautiful as i could find39 062638
Div News - 39as beautiful as i could find39 062638
Div News - 39as beautiful as i could find39 062638
Div News - 39as beautiful as i could find39 062638
Div News - 39as beautiful as i could find39 062638
Div News - 39as beautiful as i could find39 062638
Div News - 39as beautiful as i could find39 062638


from Divya Bhaskar https://ift.tt/2MO9azb
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here