‘ગરીબોની જ છે સરકારી સ્કૂલ’,આ વિચારથી જ શિક્ષણનો સત્યાનાશ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 8, 2019

‘ગરીબોની જ છે સરકારી સ્કૂલ’,આ વિચારથી જ શિક્ષણનો સત્યાનાશ

તમે સાપ-સીડીની રમત રમી છે? જો હા .. તો તમે જાણતા હશો કે તમે જ્યારે રમતના શિખરે પહોંચો છો ત્યારે એક ખોટા મૂવથી સાપ દંશ મારી દે છે. તમે શિખરથી શૂન્ય પર આવી જાવ છો. આ રમતનો એ જ નિયમ છે. દુર્ભાગ્યથી આપણા શાળાકીય શિક્ષણમાં પણ સાપ-સીડીની રમત ચાલી રહી છે. 30 વર્ષ પહેલાં આપણા શાળાકીય શિક્ષણની વ્યવસ્થા ટોચ પર હતી. ખરાબ વ્યવસ્થાઓને સાપે એવો દંંશ માર્યો કે હવે તે ભોંય પર આવી તડપી રહી છે. આજ સુધી સરકારોએ તેને સાચી સીડી આપી જ નથી. 20 રાજ્યોમાં સરકારી સ્કૂલોના મૂળભૂત માળખા અંગે આવેલા નીતિપંચના તાજેતરના રિપોર્ટ મુજબ ઘણા સવાલ ઊભા થયા છે. જોકે, રિપોર્ટનાં કેટલાંક ઉજ્જ્વળ પાસાં પણ છે, પરંતુ શિક્ષણના ક્વોલિટી ઇન્ડેક્સમાં ઘણી ખામીઓ છે. દાખલા તરીકે કેરળ આ યાદીમાં પ્રથમ સ્થાને છે, જે તે હંમેશા રહ્યું છે. રાજસ્થાન બીજા અને કર્ણાટક ત્રીજા સ્થાને છે. રાજસ્થાનમાં શાળાકીય માળખું પેપર પર કાંઇક સુધર્યું છે, પરંતુ વાસ્તવમાં હકીકત એ છે કે પ્રાથમિક શિક્ષણનું સ્તર અત્યારે પણ ઘણું નીચું છે. ખબર નહીં નીતિ આયોગે કયા માપદંડ પર પોતાનો રિપોર્ટ આપ્યો છે?

સરકારી સ્કૂલોનું મૂળ માળખું કેટલી હદે સડી ગયું છે તે કોઇનાથી છુપાયેલું નથી. દક્ષિણનાં કેટલાંક રાજ્ય સિવાય ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં શાળાકીય શિક્ષણ રાજકીય સર્કસ બની ગયું છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હરિયાણા સહિત ઘણાં રાજ્યો તો એવાં છે જ્યાં બાળકો આજે પણ ખુલ્લામાં ભણે છે. મકાન છે તો એટલાં જર્જર છે કે હળવા વરસાદમાં છત-દીવાલો પડવાથી બાળકોનો ભોગ લેવાયાના ન્યૂઝ આવે છે. શિક્ષકોની અછત તો ચોંકાવે છે, પરંતુ જ્યાં શિક્ષકો છે ત્યાં તેઓ ભણાવવાની સાથે મતગણતરી, પશુ-પક્ષીઓની ગણતરી, દૂધ વિતરણ, મિડ-ડે મીલ, રસીકરણ અને ઇલેક્શન ડ્યૂટી સહિતનાં ઘણાં કામ કરે છે. દરેક સરકારી વિભાગની જેમ શિક્ષક પણ ગામોમાં જવા બિલકુલ તૈયાર નથી. સુગમ-દુર્ગમની વચ્ચે આખી સરકારી બદલી નીતિ ફસાઇ ગઇ છે. સત્તા શિક્ષકોનો ઉપયોગ હવે પોતાના લાભ માટે કરવા લાગી છે તો પછી સુધારો કઇ રીતે થાય?

શિક્ષણનું જર્જિર થઇ રહેલું મૂળ માળખું એક માત્ર સમસ્યા નથી. સરકારી સ્કૂલોના જૂના અભ્યાસક્રમ તો વધુ ભયાનક છે. ખાનગી સ્કૂલનાં બાળક પ્લે ગ્રૂપથી એલકેજી-યુકેજી થઇ પહેલા ધોરણમાં આવે છે, જ્યારે સરકારી સ્કૂલ પહેલા ધોરણથી શરૂ થાય છે. એ,બી,સી તે ત્રીજા ધોરણમાં પહેલી વખત ભણે છે. હોમવર્ક મળતું જ નથી. તેથી અહીં ભણનાર બાળક ખાનગી સ્કૂલોનાં બાળકો સામે કેવી રીતે રેસ કરશે? છેવટે સરકારી સ્કૂલોની સ્થિતિ આટલી ખરાબ શા માટે છે? વાસ્તવમાં સરકારી શિક્ષણનું સંપૂર્ણ માળખું જ ખામીયુક્ત છે. 70 વર્ષથી સ્કૂલના શિક્ષણમાં પરિવર્તન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કાંઇ જ કર્યું નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું કોઈ ઠેકાણું નથી. બાળકોને શાળા સાથે જોડવા માટે મિડ-ડે મીલ, ફ્રી યુનિફોર્મ, ફ્રી નોટબુક-પુસ્તકો... બધું જ આપી રહ્યા છે. માત્ર! શિક્ષણ સિવાય. આ સુવિધા બંધ થતાં જ સરકારી સ્કૂલ વિદ્યાર્થીઓથી ખાલી થઇ જશે. જ્યાં સુધી આ વિચાર નહીં બદલાય કે સરકારી સ્કૂલોમાં માત્ર ગરીબ બાળકો ભણે છે ત્યાં સુધી સ્કૂલોનો કાયકલ્પ થઇ જ નહીં શકે. ધ્યાન રાખો કે શાળાના પ્રવેશદ્વ્રારે ચમકદાર શબ્દોમાં લખેલું હોય છે. જ્ઞાનાર્થ પ્રવેશ-સેવાર્થ પ્રસ્થાન... આ વાક્યનો પોતાનો સુવર્ણ ઇતિહાસ છે, પરંતુ આજે તે પોતાના અતિત અને વર્તમાન બંનેની ચમક ગુમાવી રહ્યો છે.

સુર્ખિયો સે આગે

શું

લક્ષ્મી પ્રસાદ પંત

સ્ટેટ એડિટર, રાજસ્થાન, દૈનિક ભાસ્કર



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - 39the poor have a government school39 the idea that education is ruined 062644


from Divya Bhaskar https://ift.tt/30XZW7l
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here