કપાત પગારે ગરીબોની મદદ કરતા ન્યૂરોસર્જન - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 8, 2019

કપાત પગારે ગરીબોની મદદ કરતા ન્યૂરોસર્જન

તમે કોઇની મદદ કરવા માંગતા હો તો પરિસ્થિતિ ગમે તેવી હોય તમે તેના માટે રસ્તો શોધી શકો છો.USમાં નોકરી કરનાર એક ડોક્ટર પોતાની જન્મભૂમિના લોકોની મદદ માટે પોતાના પગારમાંથી 25 ટકા કપાવે છે,જેથી તેમના એમ્પલોયર તેને મહિનામાં લાંબી રજા આપી શકે. 49 વર્ષના ડોક્ટર ઓલાવેલ સુલેમાન ન્યૂ ઓરલિઅન્સના ઓશનર ન્યૂરો સાયન્સ ઇન્સ્ટિ.માં ન્યૂરો સર્જરીના પ્રોફેસર છે. તે લુસિયાનામાં રહે છે.પણ, દર મહિનાના 12 દિવસ તે નાઇજેરિયામાં પસાર કરે છે જેથી પોતાના જન્મસ્થળના લોકોને સ્વાસ્થ્ય સુવિધા પુરી પાડી શકે અને તેમની સર્જરી કરી શકે. સુલેમાન કહે છે કે તેમને આ પ્રેરણા પોતાની જ ગરીબીમાંથી મળી છે. તેમનું બાળપણ આ ગરીબ દેશમાં અત્યંત કષ્ટદાયક હતું. સુલેમાને CNNને જણાવ્યું કે જ્યારે તે 19 વર્ષના હતા , તેમને મેડિકલનો અભ્યાસ કરવા માટે બલ્ગેરિયાની સ્કોલરશીપ મળી. આ સ્કોલરશીપે તેમના માટે અનેક આયામ ખોલ્યા.તેમને થયું કે લોકોનું ઋણ ચુકવવું જોઇએ. 2010માં તેમણે એક હેલ્થકેર કંપની RNZસ્થાપિત કરી. આ કંપની અમેરિકા અને નાઇજેરિયામાં સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવાવી સાથે વિભિન્ન પ્રકારના મેડિકલ કોર્સ પણ કરાવે છે. તેમણે જણાવ્યું કે તે પોતાની રજાઓ આ કંપની માટે મેડિકલ મિશન ચલાવવામાં પસાર કરે છે. તે મોટા પાયે દવાઓ તેમજ મેડિકલ ઉપકરણ ડોનેટ કરવાની સાથે સર્જરીની ટેકનીક પર કોર્સનું પણ સંચાલન કરે છે. લાંબી રજાઓ મેળવવા માટે તે પોતાના પગારમાંથી 25 % કપાવે છે.અત્યારસુધી તેમના તરફથી 500 ગરીબ દર્દીઓની મફત સર્જરી કરી ચુક્યા છે અને 5000 થી વધુ દર્દીઓને મફત દવા આપી છે. RNZ ફાઉન્ડેશન ન્યૂરોથી સંબંધિત એવા તમામ દર્દીઓની મફત સારવાર કરે છે, જે સારવારનો ખર્ચ ઉઠાવવા માટે સક્ષમ નથી હોતા. સુલેમાન કહે છે કે ખુશી કોઇ વસ્તુને મેળવવાથી નથી મળતી, પણ તે ત્યાંથી મલે છે ,જ્યાં તમે કશું આપો છો. તેના માટે તમારે કરોડપતિ હોવાની જરૂર નથી.

ઇન્ટરેસ્ટિંગ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2p63AyI
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here