ધીરે બોલો, દીવાલોને તો નહિ, પણ મશીનોને કાન આવી ગયા છે... - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 24, 2019

ધીરે બોલો, દીવાલોને તો નહિ, પણ મશીનોને કાન આવી ગયા છે...

ક માયથોલોજીમાં એક રસપ્રદ પાત્ર છે-આર્ગસ પેનૉપટિસ, જેના શરીર પર સો આંખો હતી, કેટલાક ઊંઘી જતી હતી, ત્યારે પણ કેટલીક આંખો જાગતી રહેતી હતી. દુનિયામાં એવું કશું ન હતું, જે તેની આંખોથી બચી શકે. 80ના દાયકામાં ગેરી કાસ્પારોવને પણ ‘અ મોન્સ્ટર વિધ 100 અાઇઝ’કહેવામાં આવતા.ચેસ બોર્ડ પર અેવી કોઇ ચાલ ન હતી, જેને કાસ્પારોવ સમજી ન શકે. 22 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બનનાર કાસ્પારોવે 6 જૂન 1985ના દિવસે એક સાથ 32 કમ્પ્યુટરોને હરાવ્યા.પણ 12 વર્ષ પછી શું થયું? એ જ કાસ્પારોવ. સામે એક કમ્પ્યુટર. અને મગજની માફક વિશ્વની સૌતી તેજ-તર્રાર માનવીએ મશીનની આગળ હાથ ઊંચા કરી દીધા. મેન વર્સસ મશીનનો આ રસપ્રદ મુકાબલો શતરંજના ઐતિહાસિક મુકાબલામાંથી એક છે. પણ આજે અચાનક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કેમ? દેશમાં જ્યાં ચૂંટણીના પરિણામની ગૂંજ છે, તેજ દેશના કેટલાક ઘરોમાં એક વધુ અવાજ ગૂંજી રહ્યો છે. અમેઝોનની એલક્સા અને ગૂગલ હોમની.આપણા આર્ટિફિશિયલ આસિસ્ટન્ટ્સ. દિવાળીની ઓનલાઇન સેલ ચાલી રહી છે. પહેલી વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જોડાયેલા આ ઉપકરણોનું પુષ્કળ વેચાણ થયું છે. એઆઇ...હવે મધ્યમ વર્ગના ભારતીય ઘરોમાં પહોંચવા લાગી છે. એઆઇનો અા સુવર્ણ યુગ હજુ શરુ થયું છે. પણ આ યાત્રા પાછળની વાર્તા તમારે જણવી જોઇએ.પાછલા વર્ષના અંતમાં આઇ વોલ સ્ટ્રીટ જર્નલના એક એહવાલ મુજબ-એમેઝોનના માત્ર વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ એલેક્સા પર 10 હજારથી વધુ કર્મચારી કામ કરી રહ્યા હતા. વૃદ્ધિ દરનો અંદાજ આના પરથી લગાવી લો- 2016માં એમેઝોનને એલક્સા માટે 7થી વધુ કર્મચારીઓને રોજ હાયર કર્યા. ર017માં આ આંકડો પ્રતિદિવસ 14 કર્મચારીએ પહોંચ્યો. સંભવત: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિવાય બીજા કોઇ સેક્ટરમાં આવી વૃદ્ધિ જોવા મળી નથી. અને પરિણામ જુઓ: એક જ શબ્દને વારંવાર અગણિત પ્રકારે , અલગ-અલગ ભાવથી ઉચ્ચારણ કરવાથી આપણે ભારતીયની અધભૂત ક્ષમતાની સામે એલેક્સા અને ગૂગલ હોમ રોજ પરીક્ષાણોમાં પાસ થઇ રહી છે. બન્ને પહેલાં અંગ્રેજીમાં બોલતા હતા. આજે હિન્દીમાં ગાલિબથી લઇને ગુલઝાર સુધી સંભળાવે છે.ચિડિયા ઊડથી લઇને સધગુરુની ઇશા ક્રિયા પણ કરાવે છે.બસ બોલવા માત્રની વાર છે. તે રોજ કોઇ છાત્રની માફક શીખી રહ્યા છે.તે પણ એટલી ઝડપથી જેની કલ્પના પણ આપણે ન કરી શકીએ. આ દરમિયાન ગૂગલે ક્વોંટમ પર આધારિત અેવું ક્મ્પ્યુટર બનાવવાનો દાવો કર્યો છે, જે હાલના સુપર કમ્પ્યુટર કરતા અસંખ્ય ગણુ ઝડપી છે.

જે પ્રોબલમને સોલ્વ કરવામાં આજના સુપર કમ્પ્યુટરને દસ હજાર વર્ષ લાગશે, તેને ક્વાંટમ કમ્પ્યુટર માત્ર 200 સેકન્ડમાં સોલ્વ કરી દેશે. આમ, એઆઇની આ સફળતા આપણને જીવનમાં ઘણું બધુ શીખવે છે. આ એ સ્થાપિત ઘારણાને વધુ મજબૂત કરે છે કે જે કંઇ પણ તેમે વિચારી શકો છો, જેને કલ્પનાઓમાં જોઇ શકો છો. તેને સંભવ કરે છે.રાઇટ બંધુઓનું પ્રથમ વિમાન ભલે 12 સેકન્ડ ઊડી શક્યું હતું, પણ તેણે સાબિત કરી દીધુ કે ઉડવું સંભવ છે. અેઆઇનો યુગતો હજુ શરુ થયો છે. જો કે, વાત એના જોખમોની પણ થવા લાગી છે.પ્રાઇવસીનો ડર વાજબી છે. પણ સંતુલનનો અધિકાર કાયમ માનવીના હાથમાં રહેશે. આની પર મશીન ક્યારેય હાવી થઇ નહીં શકે. શરત એ છેકે આપણે ધ્યાન રાખીએ કે હવે માત્ર દિવાલોને નહીં, મશીનોને પણ કાન હોય છે.

સુર્ખિયો સે આગે

ગ્રી

નિમેશ શર્મા

એડિટોરિયલ હેડ,

નેશનલ આઇડિયેશન ન્યૂઝરૂમ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - speak slowly not the walls but the machines have ears 063037


from Divya Bhaskar https://ift.tt/3679YH1
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here