ડાયમંડ માર્કેટમાં વેકેશન : સૌરાષ્ટ્ર જતી બસોના ભાડામાં 3 ગણો વધારો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 24, 2019

ડાયમંડ માર્કેટમાં વેકેશન : સૌરાષ્ટ્ર જતી બસોના ભાડામાં 3 ગણો વધારો

શહેરના પૂર્વ વિસ્તારમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ ડાયમંડ માર્કેટમાં કામ કરે છે. ડાયમંડ માર્કેટમાં 25 ઓક્ટોબરથી 25 દિવસ માટે વેકેેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસી વતને જવા રવાના થવા માંડ્યા છે. હાલ સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં ભાડું ડબલ થઈ ગયું છે અને શુક્રવારથી વેકેશન પડતા ભાડામાં વધુ વધારો થશે તેમ ખાનગી વાહન સંચાલકોએ જણાવ્યું હતું. શહેરના મિની સૌરાષ્ટ્ર ગણાતા બાપુનગર અને નિકોલ વિસ્તારમાં હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ રહે છે. તેમને વતન જવા માટે અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેનો તેમજ એસટી નિગમની બસની સાથે ખાનગી બસોની સુવિધા ઉપલબ્ધ છે. ટ્રેનથી રેલવે સ્ટેશને ઉતરી તેમજ એસટી બસથી સ્ટેન્ડ પર ઉતરી તેમને વતન સુધી અન્ય વાહન દ્વારા જવું પડે છે. તેની સામે બાપુનગર અને નિકોલ વિસ્તારમાંથી ઉપડતી ખાનગી બસો તેમને વતન સુધી પહોંચાડે છે. આ સ્થિતિમાં તેઓ મોટી સંખ્યામાં ખાનગી વાહનોનો જ ઉપયોગ કરે છે. લોકોની આ મજબૂરીનો લાભ લઈ ખાનગી વાહનચાલકો સિઝનમાં બસોના ભાડા વધારી દે છે. તેમાં પણ હાલ લગભગ એકાદ સપ્તાહથી ખાનગી વાહનચાલકોએ ભાડામાં બે ગણો વધારો કરી દીધો છે અને હવે શુક્રવારથી ડાયમંડ માર્કેટમાં રજા જાહેર થતા ભાડામાં 100 રૂપિયાથી વધુનો વધારો થાય તેવી પૂરી શક્યતા છે.

એક સાથે 50 ટિકિટ બુક થાય તો STની વિશેષ વ્યવસ્થા

ડાયમંડ માર્કેટમાં વેકેશન પડતા મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓને વતન પહોંચાડવા એસટી નિગમે ગીતામંદિર ઉપરાંત બાપુનગર અને કૃષ્ણનગરથી પણ રેગ્યુલર બસો ઉપરાંત મોટી સંખ્યામાં એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કર્યું છે.

મુખ્ય શહેરોનાં ભાડાં

શહેર રેગ્યુલર ભાડું વધેલું ભાડું

અમરેલી 350-400 700-750

બગસરા 350-400 700-750

સાવરકુંડલા 350-400 700-800

ઉના 400-450 800-900

જૂનાગઢ 400-450 900-1000

મુંબઈ 600-700 1200-1400



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - vacation in diamond market 3 times increase in fares for buses to saurashtra 063033


from Divya Bhaskar https://ift.tt/32MKn46
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here