
રાજ્યો હરિયાણા અને મહારાષ્ટ્રનાં ચૂંટણી પરિણામો ઓછામાં ઓછો એટલો તો સંકેત આપે જ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તेમનો પક્ષ ભાજપ અજેય નથી અને જનતા સરકારોની ભૂલોથી અજાણ હોતી નથી. બીજો સંદેશ પણ એટલો જ સ્પષ્ટ છે, મતદારો હવે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં અલગ-અલગ પ્રકારથી સ્થિતિઓને જુએ છે. આ તો એક પક્ષ છે. વિપક્ષ અને ખાસ કરીને દેશની સૌથી જૂની અને હાલમાં બે ચૂંટણી પહેલાં સુધી(એટલે 2009 સુધી) સૌથી વધુ જનાધારવાળી પાર્ટી કોંગ્રેસ માટે આ પરિણામ શું સંદેશો આપે છે? શું તે પોતાનો જનાધાર ફરી હાંસલ કરવા માટે કંઈક વિચાર કરશે, અને જો કરશે તો શું જનતાએ આજે જે સંકેત આપ્યો છે, યોગ્ય પગલાં ભરવાનાં, તેના અંગે કાલે મળનારી બેઠકમાં ચર્ચા કરશે? પરિણામોમાં એક છૂપો સંદેશ એ પણ છે કે આવનારા દિવસોમાં યુવાન આદિત્ય ઠાકરેના નેતૃત્વમાં શિવ સેનાએ પોતાનો આધાર વધારવો પડશે., કારણ કે સાથી ભાજપ પોતાના જ સહયોગીઓનો આધાર પોતાનામાં ભેળવી દેવામાં માહેર છે. ભાજપ આજે ભલે એકલ-દોલક નેતાનો પક્ષ લાગતો હોય, પરંતુ મૂળભૂત રીતે વિચારધારા, કેડર અને પ્રતિબદ્ધતાવાળો પક્ષ રહ્યો છે. એકાંગી નેતૃત્વ અમુક મહિનાઓના અંતરે લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને અમુક મુદ્દા ઉઠાવી લે છે, પરિણામે જીવનની ગુણવત્તાને સુધારનારા મુદ્દાઓ ગૌણ બની જાય છે. આના મુકાબલા માટે કોંગ્રેસે પોતાની નવી સશક્ત વિચારધારા, જે લોકમાનસને પ્રભાવિત કરી શકે, તે ઊભી કરવી પડશે અને પ્રતિબદ્ધ કેડર તૈયાર કરવી પડશે. સરકાર અને સત્તાધારી ભાજપ દ્વારા ઉછાળવામાં આવેલા મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપવા ઉપરાંત એ પણ જરૂરી છે કે નવા યોગ્ય મુદ્દાઓને યોગ્ય સમયે લોકોની વચ્ચે લઈ જાય અને લોકોનો ભરોસો જીતવા પ્રયાસ કરે. કોંગ્રેસ જો મજબૂત વિચારધારા અને પ્રતિબદ્ધ કેડર સાથે આગળ વધે તો પછી તેનું નેતૃત્વ સોનિયા ગાંધી કરે છે કે રાહુલ ગાંધી કે પછી કોઈ ગાંધી-નેહરુ પરિવારની બહારની વ્યક્તિ, એ મુદ્દો મહત્ત્વનો રહેશે નહીં. કોંગ્રેસ સૌથી પહેલાં તો પોતાની અલગ ઓળખ ઊભી કરવી પડશે, જે લપટા થઈ ગયેલા ‘સેક્યુલર’ (બિનસાંપ્રદાયિક કે ધર્મનિરપેક્ષ) કરતાં અલગ હોય, કારણ કે કોંગ્રેસ પોતે જ આ શબ્દનો ખોટો અર્થ સમજી બેઠી છે. મહારાષ્ટ્ર અને હરિણામાં ખેડૂત અસંતોષ અને ભ્રષ્ટાચાર જેવા મુ્દા હતા, પરંતુ આંતરિક લડાઈગ્રસ્ત કોંગ્રેસ લાભ ઉઠાવી ન શકી.
બે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2N8XKVT
via
IFTTT
No comments:
Post a Comment