રાજકોટની લોધિકા તાલુકા પંચાયતમાં વળી નવું નાટક ગુરુવારે જોવા મળ્યું હતું. 4 સભ્યની બનેલી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કે જે કોંગ્રેસના છે તેમના વિરુદ્ધ અન્ય ત્રણ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી જેમાં ધારાસભ્ય અને તાલુકા પંચાયતના સભ્ય લાખા સાગઠિયાનો પણ સમાવેશ થાય છે. દરખાસ્ત પસાર કરવા માટે ગુરુવારે બેઠક બોલાવાઈ હતી, પણ નાટકીય રીતે દરખાસ્ત મુકનારા તમામ ગેરહાજર રહેતા ચેરમેનનો હોદ્દો સુરક્ષિત રહ્યો હતો. ગેરહાજર રહેવાનું આયોજન પણ ભાજપે જ કર્યાનું જાણવા મળ્યું છે.
લોધિકાની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે પારડીના કોંગી સભ્ય રામુબેન ચાવડા નિમાયા હતા. બીજા ત્રણ સભ્યમાં ધારાસભ્ય લાખા સાગઠિયા, ગીતાબેન વેકરિયા અને ભાનુબેન ચાવડાનો સમાવેશ થાય છે. ચેરમેન સભ્યના હોવાથી ભાનુબેન ચાવડાએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી અને તેમાં સાગઠિયા, વેકરિયાની સહી હતી. જોકે દરખાસ્ત પસાર થવા માટેની બેઠકના એક જ દિવસ પહેલા લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહે સભ્યોને બેઠકમાં ગેરહાજર રહેવાનું કહેતા કોઇ ફરક્યું ન હતું. દરખાસ્ત મૂક્યા બાદ ચેરમેનના દાવેદાર ગણાયેલા ભાનુબેનના પતિ ધીરૂ ચાવડાએ જણાવ્યું હતું કે, પાર્ટીએ જ દરખાસ્ત મૂકવાનું કહ્યું હતું અને પછી બેઠકમાં ન જવાનો આદેશ આવ્યો હતો. બીજી તરફ ધારાસભ્ય સાગઠિયાએ પોતે બહારગામ હોવાનું અને દરખાસ્ત અંગેની કાર્યવાહીથી અજાણ હોવાનું જણાવ્યું હતું. લોધિકા તાલુકા પંચાયતમાં હવે રાજકારણના નવા સમીકરણ રચાયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BI0Nis
via IFTTT
No comments:
Post a Comment