રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા કે જેમાં અવિશ્વાસની દરખાસ્તની કાર્યવાહી થવાની હતી તેના પર એક જ દિવસ પહેલા સ્ટે આવી ગયો છે. આ સ્ટેની જાણ જિલ્લા વિકાસ અધિકારીએ ન કરી હોવાનું કહી પ્રમુખ અલ્પાબેન ખાટરિયા કોંગ્રેસના સભ્યો સાથે સભા ખંડમાં પહોંચ્યા હતા. તેમની સાથે દરખાસ્તમાં સહી કરનાર 6 સભ્ય પણ હતા અને કુલ 18 સભ્ય સાથે પહોંચી ગયા હતા. દરખાસ્તમાં સહી કરનારાઓને સાથે રાખીને ખાટરિયાએ દરખાસ્ત મંજૂર ન થવાની પૂરી તૈયારી હોવાનું બતાવવા શક્તિ પ્રદર્શન કર્યુ હતું.
સવારે 11.30 કલાકે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પંચાયતના ઉપપ્રમુખ સુભાષ માંકડિયા અને દરખાસ્તમાં સહી કરનારા મનોજ બાલધા અને ધીરૂ પાઘડાળની સાથે આવીને બંને સભ્ય કોંગ્રેસની સાથે જ હોવાનું કહ્યું હતું. બાદમાં અન્ય 15 સભ્ય પણ આવતા કુલ સંખ્યા 18 થઇ હતી તેમજ પરસોત્તમ લુણાગરિયા અમદાવાદ કોર્ટમાં હોઇ 19 સભ્યનું સંખ્યાબળ બતાવી દીધું હતું. પ્રમુખ અલ્પાબેનના પતિ અને પૂર્વ કારોબારી ચેરમેન અર્જુન ખાટરિયાએ કચેરીએ આવતાં જ જણાવ્યું હતું કે ‘ભાજપ પાસે પૂરતું સંખ્યા બળ જ ન થયું, અમારી સાથે 18 સભ્ય હાજર છે અને પરસોત્તમભાઈ અમદાવાદ કામ અર્થે રોકાયેલા છે તેથી દરખાસ્તનું સુરસુરિયું તેમજ હાર અગાઉથી ભાળી જઇ સ્ટે લવાયો છે. સ્ટેની કોઇ સભ્યને જાણ ન કરાતા સભા માટે આવ્યા છીએ’.
તમામ સભ્યો જિલ્લા પંચાયતના સભાખંડમાં બેસી રહ્યા હતા. જેથી થોડી જ વારમાં પંચાયતના કર્મચારીઓએ પહોંચી સ્ટેને કારણે સભા ન હોવાની નોટિસ ખંડમાં ચોંટાડી દીધી હતી અને દરેક સભ્યોને નોટિસ બજાવી સહીઓ લીધી હતી. 12 વાગ્યા બાદ સભ્યો ઊભા થઇને સીધા જિલ્લા વિકાસ અધિકારી પાસે ગયા હતા અને સ્ટેની જાણ શા માટે ન કરી તેની રજૂઆત કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું હતું કે, તેમને કોર્ટની કોપી રાત્રે 1 વાગ્યે મળી હતી તેમજ અધ્યક્ષ કલેક્ટર હોવાથી સવારે તેમની સાથે વાત કર્યા બાદ સભાના 10 મિનિટ પહેલા બધા સભ્યોને વોટ્સએપ મારફત જાણ કરાઈ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2pT9zYo
via IFTTT
No comments:
Post a Comment