પોરબંદરમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરના પગલે પોરબંદરનો દરિયો તોફાની બનશે અને આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે તવું હવામાન ખાતાએ જણાવ્યુ હતુ. દક્ષિણ ગુજરાતમાં કપરાડા, વાપી, નવસારીમાં શુક્રવારે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો.
અરબી સમુદ્રમાં સાઉથ-ઇસ્ટ દિશામાં લક્ષદ્વીપ નજીક લો પ્રેશર સર્જાયુ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે પોરબંદર સહિત સોરાષ્ટ્રભરના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. અને આકાશમાં વાદળો દેખાયા લાગ્યા છે. આમ તો ચોમાસાની ઋતુએ વિદાઇ લીધી છે અને દિવાળીનો તહેવાર પણ નજીક છે ત્યારે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા ...અનુસંધાન પાના નં. 10
પડવાની આગાહી અપાઇ છે. અરબી સમુદ્રમાં સાઇકલોનીક સરકયૂલેશના કારણે સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ વધારો થશે. આજથી બે દિવસ દરમ્યાન છુટા છવાયા ઝાપટાની સાથો સાથ દરિયો પણ તોફાની બનશે. અને ભારે પવન ફૂકાશે તેવુ પણ જણાવાયુ હતુ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35WtNku
via IFTTT
No comments:
Post a Comment