સદીના મહાનાયક અમિતાભ બચ્ચન લિવરની બીમારીથી પીડાઇ રહ્યા છે. - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 18, 2019

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન લિવરની બીમારીથી પીડાઇ રહ્યા છે.


સદીના મહાનાયક અમિતાભ બચ્ચન લિવરની બીમારીથી પીડાઇ રહ્યા છે. તેઓ ત્રણ દિવસ નાણાવટી હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ કરાવી ઘેર પરત ફર્યા છે અને આરામ કરી રહ્યા હોવાનું તેમના ખાસ મિત્ર અને ‘ખુદા ગવાહ’ ફિલ્મના નિર્માતા મનોજ દેસાઇએ જણાવ્યું હતું. અમિતાભને ગત મંગળવારે હોસ્પિટલમાં ...અનુસંધાન પાના નં. 10

દાખલ કરાયા હતા. મનોજ દેસાઇ મુજબ બિગ બીની તબિયત હવે એકદમ સારી છે. તેમના એક નજીકના મિત્રે જણાવ્યું કે અમિતાભ બચ્ચન ગુરુવારે રાત્રે ઘેર પાછા ફર્યા હતા અને તેમણે કરવા ચૌથની પૂજા કરી રાત્રે 9.15 કલાકે ચંદ્રનાં દર્શન પણ કર્યાં હતાં. તેમણે બિગ બીની તબિયત બહુ ખરાબ હોવાના અને તેમને લિવર ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યાના અહેવાલ ફગાવી દીધા છે.

નોંધનીય છે કે અમિતાબ બચ્ચનનું લિવર માત્ર 25 ટકા જ કામ કરી રહ્યું છે અને છેલ્લા ત્રણ દાયકાથી તેઓ આ પીડા ભોગવી રહ્યા છે. 1983માં ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન પેટમાં ઇજા બાદ બ્લડ ટ્રાન્સફ્યૂઝન વખતે ભૂલથી ચેપી બ્લડ ચઢાવાતા તેમનું લિવર ખરાબ થઇ ગયું હતું. તેથી તેઓ સતત રુટિન ચેકઅપ કરાવતા રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/32rW14g
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here