જામનગરમાંથી કાળિયાર હરણના ચામડાં સાથે આઠ શખ્સ ઝડપાયા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 12, 2019

જામનગરમાંથી કાળિયાર હરણના ચામડાં સાથે આઠ શખ્સ ઝડપાયા

જામનગરમાંથી શેડયુઅલ-1 માં આવતા કાળિયાર હરણના ચામડાં સાથે આઠ શખ્સ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. પાનેલી પંથકમાં શિકાર કરી જામનગરમાં ચામડું વેંચવા આવેલા આઠેય શખ્સને વનવિભાગે દબોચી લઇ અદાલતમાં રજૂ કરતાં 15 ઓકટોબર સુધી કોર્ટે રિમાન્ડ મંજૂર કરતાં શિકારી ટોળકીના મૂળ સૂધી પહોંચવા વનવિભાગે પૂછપરછની સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવની મળતી વિગત અનુસાર જામનગર વન વિભાગ ચોક્કસ બાતમીના આધારે બે દિવસ પૂર્વે શહેરીની હરિયા કોલેજ પાસે સાંઢિયા પુલ નજીકથી કાળિયાર હરણના ચામડાં સાથે આઠ શખ્સને પકડી પાડયા હતાં. વનવિભાગની પ્રાથમિક તપાસમાં ઉપલેટા-ધોરાજી પંથકના પાનેલીમાં શિકારી ટોળકી દ્વારા કાળિયાર હરણનો શિકાર કરી ટોળકીના આઠ શખ્સ જામનગર ચામડું વેંચવા આવ્યાનું ખૂલ્યું છે. જો કે,કાળિયાર હરણનો શિકાર કેવી રીતે કરવામાં આવ્યો, શિકાર બાદ હરણના અન્ય અવયવોનું શું કરવામાં આવ્યું, ટોળકીમાં અન્ય કેટલાં શખ્સો સંડોવાયેલા છે, ટોળકીના તાર કયાં સુધી ફેલાયેલા છે તે સહિતના મુદ્દાઓની તપાસ માટે વનવિભાગે આઠેય શખ્સની ધરપકડ કરી ગુનો નોંધી અદાલતમાં રજૂ કરતાં 15 ઓકટોબર સુધીના રિમાન્ડ મંજૂર થતાં અજ્ઞાત સ્થળે સઘન પૂછપરછ હાથ ધરી છે. વનવિભાગે કાળિયાર હરણના ચામડાં સાથે પકડી પાડેલા શિકારી ટોળકીમાં દિપક, જીતેશ, ઇબ્રાહીમ, નૂર મામદ કારો, ભૂરો, વીરા, નૂરમામદ અને મામદરફીકનો સમાવેશ થાય છે.

કાળિયકાર હરણ શિકારમાં આ મુદ્દે તપાસ જરૂરી

શિકારી ટોળકીમાં કુલ કેટલા શખ્સો છે, કેવી રીતે શિકાર કરે છે અને અત્યાર સુધી હરણ ઉપરાંત અન્ય કંઇ કંઇ દુલર્ભ અને લુપ્ત થતી પ્રજાતિના શિકાર કર્યા છે. કાળિયાર હરણના શિકાર કર્યા બાદ તેનું ચામડું અને અન્ય અવયવો કોને કેટલી કિંમતમાં વેંચવામાં આવે છે અને તેનો શું ઉપયોગ કરવામાં આવે છે. શિકારી ટોળકીનું નેટવર્ક કયાં કયાં શહેરોમાં પથરાયેલું છે. શિકારી ટોળકી જે વિસ્તારોમાં શિકાર કર્યા છે ત્યાંના વનવિભાગના સ્ટાફને આ બાબત ધ્યાને આવી હતી કે કે કેમ? શિકારી ટોળકી સાથે જે તે વિસ્તારના વનવિભાગના સ્ટાફની સંડોવણી કે મીલીભગત છે કે કેમ?



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - from jamnagar eight hundred were hit with black deer leather 063044


from Divya Bhaskar https://ift.tt/3199c8M
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here