આપણી ખામી ભરેલી પેપર એસેસમેન્ટ સિસ્ટમથી ‘ચાંચડ’ નહીં પણ ‘ચતુર’ વધશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 12, 2019

આપણી ખામી ભરેલી પેપર એસેસમેન્ટ સિસ્ટમથી ‘ચાંચડ’ નહીં પણ ‘ચતુર’ વધશે

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્કૂલોમાં એટલે કે ધો.9 થી 12માં હવે સીબીએસઇનો અભ્યાસક્રમ લાગુ કરી દીધો છે, પરંતુ માત્ર સીબીએસઇનો અભ્યાસક્રમ લાગુ કરવાથી શિક્ષણ પદ્ધતિની ખામી સુધરી જતી નથી, પરંતુ તેના પરિણામે તો વિદ્યાર્થીઓની વિટંબણાઓમાં વધારો થયો છે ત્યારે વિદ્યાર્થીઓની સમસ્યાને વાચા આપવા રાજકોટના શિક્ષણવિદ્દોએ ‘દિવ્ય ભાસ્કર’ માટે ગુજરાત બોર્ડની સિસ્ટમ અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. જેમાં એવી હકીકત બહાર આવી હતી કે, ગુજરાત બોર્ડના શિક્ષકો વિદ્યાર્થીઓના પેપરમાં ટેક્સબુકની લીટીએ લીટી ચેક કરે છે, જ્યારે સીબીએસઇના પેપરો જોવામાં પ્રશ્નના જવાબનું કન્ટેન્ટ જળવાઇ રહે તે જોવામાં આવે છે અને મૌલિકતાને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ ખામીના કારણે ગુજરાત બોર્ડમાં ‘ચાંચડ’ નહીં પણ ‘ચતુર’ની સંખ્યા વધશે.

ગુજરાત બોર્ડના ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને થતા અન્યાય પર પ્રકાશ પાડતા મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડના શિક્ષકો પેપર જોવા જાય તો ટેક્સબુકની લીટીએ લીટી સાથે કમ્પેરિઝન કરે છે અને તે પ્રકારે તેનું માઇન્ડ સેટ થયેલું હોય છે. જ્યારે સીબીએસઇ બોર્ડમાં સિસ્ટમ એવી છે કે વિદ્યાર્થીએ કોઇપણ પ્રશ્નનો જવાબ આપ્યો હોય તો તેમાં કન્ટેન્ટ આવી ગયું હોય તો પોતાની ભાષામાં જવાબ આપે તો પણ ચલાવવામાં આવે છે. ગુજરાત બોર્ડની આ પધ્ધતિથી ‘થ્રી-ઈડિયટ’ ફિલ્મ યાદ આવી જાય છે અને સમાજમાં ‘ચતુર’ની સંખ્યા વધે તેવો ભય ઊભો થાય છે.

બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે, ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે પોતાની સ્કૂલના બદલે અન્ય સ્કૂલમાં બહાર જવું પડે છે. જેના કારણે નવી લેબોરેટરી હોય ઘણી વખત વિદ્યાર્થીના દેખાવ પર અસર પડે છે. જ્યારે સીબીએસઇ બોર્ડમાં જે સ્કૂલમાં વિદ્યાર્થી ભણતો હોય તે લેબોરેટરીમાં જ વિદ્યાર્થીને પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની હોય છે. સીબીએસઇનું પરિણામ ઓવરઓલ લિબરલ જોવા મળે છે, જ્યારે ગુજરાત બોર્ડનું પરિણામ દર વર્ષે ઘટતું જાય છે.

સીબીએસઇ અને ગુજરાત બોર્ડના ધો.12 સાયન્સમાં આ છે ડિફરન્સ

ગુજરાત બોર્ડ

ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓની પરીક્ષા દરેક વિષયમાં 100 ગુણની હોય છે અને તેના બધા જ વિષયનું મૂલ્યાંકન મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં થાય છે. આ કેન્દ્રમાં પરીક્ષક આન્સર પેપરમાં જવાબ ટેક્સ્ટ બુક મુજબ હોવાનો આગ્રહ રાખે છે. વિદ્યાર્થીઓ પોતાની મૌલિકતાથી જવાબ આપે તો માર્કસ કાપવામાં આવે છે.

અમુક વિદ્યાર્થીઓને પાસ થવામાં 1 થી 2 ગુણ ખૂટતા હોય તો તેને બોર્ડર પર પહોંચાડવામાં આવતા નથી.

માર્કશીટમાં 3 પ્રકારના પીઆર દર્શાવવામાં આવે છે.

ગુજરાત બોર્ડમાં પ્રેક્ટિકલ એક્ઝામ ફેબ્રુઆરીના ત્રીજા વીકમાં લેવામાં આવે છે તેથી માર્ચમાં બોર્ડની પરીક્ષાની તૈયારી કરવામાં મુશ્કેલી પડે છે.

પરિણામમાં પ્રેક્ટિકલ માર્કનું ખાસ મહત્ત્વ આપવામાં આવતું નથી અને રિઝલ્ટમાં કોઇપણ પ્રકારના ઇન્ટર્નલ માર્ક સ્કૂલ લેવલે આપવામાં આવતા નથી.

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ધોરણ-12 કોમર્સમાં પણ અન્યાય

સર્વોદય સ્કૂલના સંચાલક ભરત ગાજીપરાએ જણાવ્યું હતું કે, ધો.12 સાયન્સની જેમ કોમર્સમાં પણ વિદ્યાર્થીઓને ભારોભાર અન્યાય કરવામાં આવી રહ્યો છે.

સીબીએસઇ બોર્ડમાં ધો.12 કોમર્સમાં પાચ વિષયો છે, જેમાં ત્રણ મુખ્ય અને બે ઓપ્શનલ વિષય છે. જ્યારે ગુજરાત બોર્ડમાં ધો.12 કોમર્સમાં સાત વિષયો છે. જેમાં પાચ મુખ્ય અને બે ઓપ્શનલ સબ્જેક્ટ છે.

સીબીએસઇમાં એકાઉન્ટ, ઇકોનોમિક્સ, બિઝનેસ સ્ટડી મુખ્ય વિષય છે અને ઇંગ્લિશ, હિન્દી, કમ્પ્યૂટર સાયન્સ, શારીરિક શિક્ષણમાંથી કોઇપણ બે ઓપ્શનલ વિષય તરીકે પસંદ કરી શકાય છે.

જ્યારે ગુજરાત બોર્ડમાં એકાઉન્ટ, ઇકોનોમિક્સ, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, ગુજરાતી, ઇંગ્લિશ પાંચ મુખ્ય વિષય છે અને સ્ટેટેસ્ટિક્સ, સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને કમ્પ્યૂટરમાંથી કોઇ બે વિષય ઓપ્શનલ તરીકે રાખવાના હોય છે.

સીબીએસઇમાં 80 ગુણનું પેપર હોય છે અને પાસિંગ લેવલ 26 માર્કસનું છે, જ્યારે 20 ગુણ ઇન્ટર્નલ માર્કસના પ્રોજેક્ટના હોય છે. જ્યારે ગુજરાત બોર્ડમાં 100 માર્કસનું પેપર હોય છે અને પાસિંગ લેવલ 33 માર્કસનું હોય છે.

પેપર ચેકિંગમાં સીબીએસઇ આન્સર કી આપે છે તેને લગતું લખાણ હોય તો શિક્ષક પોતાની રીતે માર્કસ આપે છે. જ્યારે ગુજરાત બોર્ડમાં કો-ઓર્ડિનેટરની સૂચના મુજબ સ્ટ્રિક્ટલી આન્સર કીને ફોલો કરવી પડે છે.

સીબીએસઇમાં પરીક્ષા વખતે તૈયારી કરી ઓછી મહેનતે વિદ્યાર્થી પાસ થઇ જાય છે. જ્યારે ગુજરાત બોર્ડમાં વિદ્યાર્થીઓને આખું વર્ષ મહેનત કરવી પડે છે અને છતાં પરિણામ દર વર્ષે નીચે ગગડતું જઇ રહ્યું છે.

સીબીએસઇ

સીબીએસઇમાં પેપરના મૂલ્યાંકનમાં વધારે સ્ટ્રિક ચેકિંગ કરવામાં આવતું નથી. મોટાભાગના વિદ્યાર્થીઓને પાસિંગ માર્ક સુધી પહોંચાડી દેવામાં આવે છે.

વિદ્યાર્થીઓ પોતાની મૌલિકતાથી જવાબ આપે તો પણ માર્કસ કાપવામાં આવતા નથી. પ્રશ્નનો હેતુ જળવાઇ રહેવો જોઇએ.

સીબીએસઇ બોર્ડમાં અમુક વખતે ટકાવારી અને અમુક વખતે સીજીપીએ પોઇન્ટ સિસ્ટમ વાપરવામાં આવે છે.

સીબીએસઇમાં ક્રેડિટ પદ્ધતિ વપરાય છે. તેથી બે વિદ્યાર્થીઓના રિઝલ્ટની સરખામણી કરવી મુશ્કેલ બને છે. દા.ત. 80 માર્કસમાંથી ક્રેડિટ કટ ઓફ 73 ગુણ હોય તો 73થી વધારે માર્કસવાળા બધા વિદ્યાર્થીના જે તે વિષયમાં પોઇન્ટ સમાન મળે છે.

20 માર્ક ઇન્ટર્નલ હોય છે. તેમાં પ્રેક્ટિકલ માર્કસ, વાઇવા, પર્ફોર્મન્સને આધારે ઇન્ટર્નલ માર્કસ અપાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - our flawed paper assessment system will increase 39clever39 but not 39clever39 063048
Div News - our flawed paper assessment system will increase 39clever39 but not 39clever39 063048


from Divya Bhaskar https://ift.tt/32btJeb
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here