આ રહ્યા શરદપૂનમના પ્રાચીન, ધાર્મિક અને વૈજ્ઞાનિક તથ્ય
પ્રાચીન માન્યતા | શ્રીકૃષ્ણની મહારાસ લીલા શરદપૂનમે હતી
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, શરદપૂર્ણિમાની ચાંદની રાત્રે શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે અદભુત રાસલીલા રચી હતી. આથી શરદપૂનમે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનું પણ મહત્ત્વ વધારે છે.
મહાત્મ્ય | વર્ષમાં ચાર મહારાત્રીમાં શરદપૂનમ શ્રેષ્ઠ
કાલરાત્રિ એટલે કાળીચૌદશ,મહારાત્રી એટલે મહાશિવરાત્રિ, મોહરાત્રિ એટલે શરદપૂનમ અને દારુણરાત્રિ એટલે હોળીની રાત્રિ પૈકી શરદપૂનમ શ્રેષ્ઠ છે.
જ્યોતિષ | ચંદ્ર નબળો હોય તો આજે પૂજા કરવી લાભદાયી
જ્યોતિષ શાસ્ત્ર દર્શાવે છે કે, જે લોકોને ચંદ્ર નબળો હોય અથવા ગ્રહણયોગ કે વિષયોગમાં જન્મ થયો હોય તો શરદપૂનમના દિવસે ચંદ્રના જપ, પૂજન-અર્ચન કરવાથી રાહત મળે છે.
વૈજ્ઞાનિક મહત્ત્વ | આજે ચંદ્ર પૃથ્વીની સૌથી નિકટ આવશે
ચંદ્રમા આજે ધરતીની નિકટ હશે. ચંદ્ર પ્રકાશના રાસાયણિક તત્ત્વ સીધા ખાવા પીવાની વસ્તુઓ પર પડે છે. જેનાથી પોષક તત્ત્વ ખાદ્યપદાર્થમાં ભળી જાય છે જે આરોગ્ય માટે અનુકૂળ હોય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35oruGB
via IFTTT
No comments:
Post a Comment