આઈઆઈપીના ડેટામાં મેન્યુફેક્ચરિંગ દર 1.1 ટકા સુધી નીચે પહોંચી જતાં કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ભારતીય અર્થતંત્ર મંદીમાંથી નીકળીને સંકટના તબક્કામાં પહોંચી ગયું છે. તેના જવાબમાં ભાજપે કહ્યું કે એક જ દિવસમાં ત્રણ-ત્રણ ફિલ્મો 120 કરોડ રૂપિયા કમાવી રહી હોય ત્યારે મંદી કે સંકટ નહીં અર્થતંત્રની મજબૂતી દર્શાવે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ દાવો કર્યો કે રાજકોષીય ખાદ્ય 3.3 ટકા નહીં પરંતુ 8 ટકાથી વધુ છે. તેમણે આરોપ મૂક્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સ્થિતિથી વાકેફ નથી. જ્યારે તેના જવાબમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મુંબઈના એક કાર્યક્રમમાં મંદીના આરોપને નકારતા કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે. પોતાના દાવાના સમર્થનમાં તેમણે કહ્યું કે 2 ઓક્ટોબરે રજાના દિવસે બોલિવૂડની ત્રણ ફિલ્મોએ 120 કરોડની કમાણી કરી. ...અનુસંધાન પાના નં.11
તેમણે સામે પ્રશ્ન કર્યો કે અર્થતંત્ર મજબૂત થયા વિના એક જ દિવસમાં ત્રણ ફિલ્મો આટલી કમાણી કેવી રીતેગ કરી શકે?
કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું કે અમારી દેશ સાથે સહાનુભૂતિ છે. પરંતુ આપણા નાણામંત્રીને દેશની અર્થવ્યવસ્થા અને નાણાકીય સ્થિતિ અંગે કંઈ ખબર નથી. ભારતીય અર્થતંત્ર સામે સર્જાયેલ વિકટ સંકટનું સમાધાન કરવાને બદલે તેઓ ટેક્સમાં કાપ મૂકી માત્ર ધનિકોને રાહત આપી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસ નેતા સિબ્બરે પણ સરકાર પર નિશાન સાંધતા કહ્યું કે મેન્યુફેક્ચરીંગ, કેપિટલ ગુડ્સ ઉત્પાદન વાહનોના વેચાણ વગેરે બધામાં ઘટાડો થઈ ગયો છે.
જ્યારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે 2017માં દેશમાં 45 વર્ષની સૌથી વધુ બેરોજગારી દેખાડનારા એનએસએસઓના આંકડા ખોટા છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો એકજૂથ થઈ બેરોજગારીના મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MbwlU0
via IFTTT
No comments:
Post a Comment