જે સ્ટેપ સામાન્ય લોકો એક દિવસમાં શીખી લે છે તે શીખતાં 15 દિવસ લાગ્યા પણ હાર ન માની - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 12, 2019

જે સ્ટેપ સામાન્ય લોકો એક દિવસમાં શીખી લે છે તે શીખતાં 15 દિવસ લાગ્યા પણ હાર ન માની

સુરતમાં આરંગેત્રમની પ્રસ્તુતિ કરતા બકુલાબેન પટેલ

બકુલાબેન જણાવે છે કે, મેં 68 વર્ષની ઉંમરે આરંગેત્રમ શીખવાનું શરૂ કર્યું. તે શીખવામાં 7 વર્ષ લાગ્યા છે. તેથી આશા હતી કે 75 વર્ષની થઇશ ત્યાં સુધીમાં ભરતનાટ્યમમાં વિશારદ થવાનું સ્વપ્ન સાકાર થઇ જશે. શરૂઆત સિનિયર કેજી અને ધોરણ-1ના બાળકો સાથે કરી. જે સ્ટેપ શીખવામાં સામાન્ય રીતે એક દિવસ લાગે તે શીખતાં મને 15 દિવસ લાગ્યા. મને 43 વર્ષીય ભાવનાબેન પટેલે શીખવ્યું. તેઓ ગુસ્સે થતા તો ખરાબ પણ લાગતું હતું. ક્યારેક લાગ્યું કે મારાથી નહીં થાય. દર વર્ષે આ છોડી દેવાનો વિચાર આવ્યા. ચાર વર્ષ એમ જ વીતી ગયા. પરીક્ષામાં હું મોખરે રહી તો આત્મવિશ્વાસ વધ્યો. તે સાથે જ નક્કી કરી લીધું કે હવે પીછેહઠ નથી કરવી. 4 મહિનાથી રોજ 10 કલાક પ્રેક્ટિસ કરતી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - the step that ordinary people learn in a day took 15 days to learn but don39t give up 063059


from Divya Bhaskar https://ift.tt/318YRKe
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here