ખાંડ મિલો પાસે ગતવર્ષે 145 લાખ ટન સ્ટોક વધ્યો હતો
વર્તમાન ભાવ પર નિકાસ થાય તો શુગર ઇન્ડસ્ટ્રીઝને નફો મળશે
એક આંકલન અનુસાર, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારતીય મિલોને 340 ડોલર પ્રતિ ટનનો ભાવ મળે તો તે વધુ નફો મેળવશે. ભારતીય કરન્સીનુ મૂલ્ય રૂ. 71 પ્રતિ ડોલર રહ્યુ છે. એક ટન ખાંડની નિકાસનુ મૂલ્ય રૂ. 24,140 પ્રતિ ટન રહેશે. જેમાં સરકાર દ્વારા અપાતી સબસિડી 10,448 પ્રતિ ટન જોડવા પર મિલોને એક ટન ખાંડની નિકાસ પર રૂ. 34,558 મળશે. મિલો માટે આ અનૂકૂળ સ્થિતિ બની શકે છે.
દુનિયામાં આ વર્ષે વપરાશ સામે ખાંડનું ઉત્પાદન આશરે 50 લાખ ટન ઘટ્યું
ઈન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઈઝેશનના આંકલન અનુસાર, વિશ્વમાં આ વર્ષે વપરાશ સામે ખાંડનુ ઉત્પાદન આશરે 50 લાખ ટન ઓછુ છે.
આંતરરાષ્ટ્રીય સંગઠને ઉત્પાદન આશરે 17.19 કરોડ ટન રહેવાનો અંદાજ રાખ્યો છે. જ્યારે વપરાશ 17.67 કરોડ ટન રહેશે. નવી સિઝનમાં અત્યારસુધી આશરે 2 લાખ ટન ખાંડની નિકાસના સોદા થયા છે. આગામી દિવસોમાં વધવાનો આશાવાદ છે. ભારત હાલ શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઈરાન સહિત આફ્રિકાના દેશોમાં ખાંડની નિકાસ કરી રહ્યો છે. નિકાસની તકો વધરવા પ્રયાસો હાથ ધરાશે.
ચાલુ સિઝનમાં 363 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ, નિકાસ વેગ મળશે
ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના અંદાજ અનુસાર, ગત સિઝન 2018-19માં દેશમાં 331.5 લાખ ટન ખાંડનુ ઉત્પાદન કર્યુ છે. જેમાંથી 145 લાખ ટન બાકીનો સ્ટોક છે. ચાલુ સિઝનમાં 363 લાખ ટન ઉત્પાદનનો અંદાજ છે. 145 લાખ કેરિ ફોરવર્ડ સ્ટોક સાથે 2019-20માં દેશમાં ખાંડનો કુલ પુરવઠો 408 લાખ ટન રહેશે. દેશમાં ચીનનો વાર્ષિક વપરાશ આશરે 260 લાખ ટન છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32b0599
via IFTTT
No comments:
Post a Comment