ભલાઇની વાત હોય તો લાભ પાછળ રહેવો જોઇએ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 2, 2019

ભલાઇની વાત હોય તો લાભ પાછળ રહેવો જોઇએ

તમે વિશ્વાસ કરશો કે આપણા દેશમાં એક એવું રેલવે સ્ટેશન છે જ્યાં કોઇ કર્મચારી નથી છતાં ત્યાં 10 ટ્રેનો રોકાય છે?આટલું જ નહીં એ સ્ટેશનને ગ્રામજનો સંભાળે છે, કારણ કે તે નથી ઇચ્છતા કે રેલવે અા સ્ટેશનને નફો ન થવાના કારણો બતાવની બંધ કરવાનો નિર્ણય સંભળાવી દે.માટે દર મહિને બધા 1500 ટિકિટ ખરીદી લે છે,અને એવું 2005થી ચાલી રહ્યું છે.મને દુ:ખ એટલા માટે છે ,કારણ કે રેલવે પ્રત્યક્ષ રીતે સામાન્ય માણસો માટે જરૂરી સંસ્થા હોવા છતાં પણ તેણે એ ગામ માટે ટ્રેન સેવા બંધ કરવાનો નિર્ણય લીધો જેણે આપણા દેશની સીમાઓની રક્ષા માટે લશ્કરમાં 360 યુવાનો મોકલ્યા છે અને આ વિવિધ શસ્ત્ર દળોમાં આર્મી, નેવી, એરફોર્સ,BSF અને CRPF સામેલ છે.અત્યાર સુધી 200 સૈનિક નિવૃત્ત થઇ ચુક્યા છે જ્યારે 160 હજુ પણ પોતાની સેવા આપી રહ્યા છે.આ સ્ટેશનના પીળા સાઇન બોર્ડ પર હિંદી અને અંગ્રેજીમાં લખ્યું છે-’જલસુ નાનક હોલ્ટ’સ્ટેશનના પ્લેટફોર્મવાળી જગ્યા સમતળ કરીને એવી બનાવી દેવાઇ છે.જો કે 1976માં રેલવેના જોધપુર ડિવિઝન તરફથી તેને સ્ટેશનનો દરજ્જો અપાયો, પણ 2005માં આ ડિવિઝનમાં ઓછી આવકવાળા બધા સ્ટેશનોને બંધ કરવાનો નિર્ણય લેવાયો.આનો ખૂબ વિરોધ થયો અને પૂરા 11 દિવસ બાદ સ્ટેશનને આ શર્તે ખોલવામાં આવ્યું કે મહિનામાં 1500 ટિકીટોનું વેચાણ થવું જોઇએ.શરતને પૂરી કરવા માટે ભંડોળ એકત્રિકરણ ઝુંબેશ ચલાવ્યું અને અેકત્રિત રકમ વ્યાજ પર ફેરવવામાં આવી.હવે આ રકમથી મળતા વ્યાજથી ટીકિટ ખરીદાય છે અને ટિકીટના વેચાણથી મળનારા 15 ટકા કમિશનથી ગ્રામજનો રેલવેની 1500 ટીકિટ ખરીદવાની શરતને પૂરી કરે છે.દે્શના વિકાસ માટે યોગદાન આપી રહેલા આ સ્ટેશન અથવા ગ્રામજનોને લઇને રેલવેના ઉચ્ચ અધિકારીઓ અજાણ છે. PMO પણ આ વાત જાણે છે.જો એવું ન હોત તો3 જૂન 2019ના રોજ ‘જલસુ નાનક હોલ્ટ’ના સરપંચના નામના હસ્તાક્ષરવાળો PMના નામે લખાયેલો પત્ર કેવી રીતે પહોંચ્યો? આ પત્રને ગામના જ એક નિવાસીએ ફેસબુક પર પોસ્ટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. PMઅે ગામના સરપંચને અનુરોધ કર્યો હતો કે તે ગ્રામસભા બોલાવે અને તેમાં એક પત્ર વાંચી સંભળાવે.પત્રમાં તેમણે પૂરા ગામને મોટા પાયે જળ સંરક્ષણ અભિયાન શરૂ કરવા અપીલ કરી હતી, અને અે પ્રકારનું સમર્થન માંગ્યું જે સ્વચ્છ ભારત અભિયાન માટે મળ્યું હતું.આ રસપ્રદ ઘટનાએ મને બે વાતોની યાદ અપાવી. એક તુલસીદાસજીનો દોહો અને બીજું જાપાન રેલવે સ્ટેશનનો દાખલો. તુલસીદાસજીના સમયે સમામાજિક વ્યવસ્થામાં વિષમતાઓ પ્રવેશી ચૂકી હતી.તુલસીદાસે આ અંગે સૂર્યનું ઉદાહરણ આપતા કહ્યું છે- ‘બરસત હરષત સબ લખૈ,કરષત લખૈ ન કોઇ,તુલસી પ્રજા સુભાગ તે,ભૂપ ભાનુ સો હોઇ’. અર્થાત,સ સૂર્ય જે રીતે પૃથ્વીથી જળ ખેંચી લે છે અને કોઇને ખબર પણ નથી પડતી, પણ એ જ જળને વર્ષાના રૂપે વરસતો જોઇને બધા ખુશ થાય છે.

ફંડા એ છે કે જ્યારે કોઇ કાર્ય જનતાના વ્યાપક હિત માટે કરાય , તો વ્યવસાયિક હિતોને પાછળ છોડી દેવા જોઇએ.

શું

મેનેજમેન્ટ ફંડા એન.રઘુરામનના અવાજમાં મોબાઈલ પર સાંભળવા માટે ટાઈપ કરો FUNDA અને SMS મોકલો 9190000071 પર

મેનેજમેન્ટ ફંડા

એન. રઘુરામન

મેનેજમેન્ટ ગુરુ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - in terms of goodness profit should be left behind 063115


from Divya Bhaskar https://ift.tt/2pwLlTv
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here