
વર્ષના જીવનમાં અમિતાભ બચ્ચન લગભગ 50 વર્ષથી અભિનય કરી રહ્યા છે. સલીમ-જાવેદની જંજીરની સફળતા પહેલા તેમની નવ ફિલ્મો અસફળ રહી હતી.જો કોઇ ફિલ્મકાર આચાર્ય રજનીશ (ઓશો)ની બાયોપિક બનાવે તો અમિતાભ બચ્ચન આચાર્યની ભૂમિકાને સારી રીતે ભજવી શકે છે.જો તેમની અભિનય યાત્રાને એક કેક માની લઇએ તો રજનીશની ભૂમિકા કેક પર રાખેલી ચેરીની માફક આપી શકાય છે. તેમના જન્મના સમયે તેમના પિતાએ તેમના વિશિષ્ટ હોવા માટે પ્રાર્થના કરી હતી. રજનીશની ભૂમિકા ભજવીને તેમના કરિયરને ચાર ચાંદ લાગી જશે. જાણવું રહ્યું કે આચાર્ય રજનીશની સચિવને તેમના ભક્ત મા શીલા કહીને બોલાવતા હતા. મા શીલાના સૂચન પર જ રજનીશે પૂણેથી ઓરેગોન પ્રસ્થાન કર્યું હતું.આચાર્ય રજનીશ પોતાના જીવનના એક પડાવ પર પોતાની લોકપ્રિયતાથી ઘબરાઇ ગયા હતા અને તેમને રાત્રે ઊંઘ આવતી ન હોવાથી તેમણે વેલિયમ ટેબલેટ લેવાનું શરૂ કર્યુ હતું.આ વાતનો વિરોધ મા શીલાએ કર્યો અને તેમને આશ્રમ છોડી દેવાનો સંકેત મળ્યો. જર્મનીમાં મા શીલાને 19 મહિના કેદમાં રખાયા બાદ તે નિર્દોષ સાબિત થયા. આચાર્ય રજનીશની મોતને કેટલાક લોકો તેમની હત્યા માને છે. જોકે આચાર્ય રજનીશ પોતાની લોકપ્રિયતા સહન કરી ન શક્યા અને તેમનું મૃત્યુ થયું. ટીએસ ઇલિયટના નાટક ‘મર્ડર ઇન ધ કેથેડ્રલ’માં બતાવાયું છે કે રાજા પોતાના બાળ સખાને અનેક પ્રલોભનો આપે છે કે તે તેનો વિરોધ છોડી દે. ધન, એશ્વર્ય વગેર ટેમ્પટરો નિષ્ફળ થાય છે. ચોથો ટેમ્પટર તેને કહે છે કે તે આ જાણવા છતાં વિરોધ કરી રહ્યા છે કે રાજા તેમની હત્યા કરી દેશે અને સમય જતાં તેમને શહીદ મનાશે, તેમના જન્મ દિવસને ઉત્સવની માફક મનાવવામાં આવશે અને શહીદીના પ્રલોભનથી તે મુક્ત નથી. પોતાના મૃત્યુ બાદ તે યાદ કરાય તેવી અભિલાષા અત્યંત બળવાન હોય છે. આ વાતને શૈલેન્દ્રે એક અભિનય સ્વરૂપ આપ્યું, ‘મરકર ભી કિસી કો યાદ આયેંગે, કિસી કે આંસુઓ મેં મુસ્કુરાયેંગે, જીના ઇસી કા નામ હૈં’ મોટાભાગના સુપર સ્ટાર્શ રાત્રે ઉંઘી નથી શકતા.આચાર્ય રજનીશનું વાંચન ખૂબ હતું. તેમણે પુરાતન ગ્રંથો પર ચઢેલી સમયની ધૂળની સફાઇ કરી,અને તેના સારને સરળ શબ્દોમાં વ્યક્ત કર્યું. દાખલા તરીકે કબીરના પદ ‘ઘૂંઘટ કે પટ ખોલ તોહે પીવ મિલેંગે, ઝૂઠ વચન મત બોલ...’આચાર્ય રજનીશે સ્પષ્ટ કર્યું કે ઘૂંઘટ ઇશ્વરના ચહેરા પર નથી પડેલો, સત્યને કોઇ આવરણની જરૂર નથી. જનતાની આંખો પર અનેક પડદા પડેલા છે.ધન, યૌવનનું ગર્વ વગેરે બધા આવરણ છે. મનુષ્ય જેવા આ પડદાની બાહર આવે છે, તેને ઇશ્વર દેખાવા લાગે છે. કેટલાક લોકોને આ વાતનો વાંધો છે કે આચાર્ય રજનીશને ભગવાન કહીને બોલાવવામાં ક્યારેય કોઇ વિરોધ થયો કેમ નથી.બદ્રીનાથ ચતુર્વેદીના મહાભારતમાં તેમણે અે મહાકાવ્યના મુખ્ય વિચારને આ પ્રકારે અભિવ્યક્ત કર્યો છે કે મહાભારત સ્વયં અને અન્યને વ્યાખ્યાતિત કરે છે. આપણે ત્યાં ‘મા’નું મહત્વ છે.અંગ્રેજી માં ‘મધર’થી એમ નિકળતા જ અદર્સ રહી જાય છે.ઓમ શાંતિ ઓમ નો અર્થ પણ આ જ છે કે ખરા સંદર્ભમાં વિચારો અને વસ્તુઓનો અર્થ અને ઉપયોગ સમજવાથી જ શાંતિ મળે છે.અશાંત રહેવું જ સિદ્ધ કરે છે કે મનુષ્ય જીવિત છે અને તે સમજવા માંગે છે. આક્રોશ એક નકાબ છે,પોતાની સાથે અજાણ બની રહેવાનો. જીવન આક્રોશ નહીં, બને એટલું જાણવા અને તેને આત્મસાત કરવાની અભિલાષા છે. શું અમિતાભ બચ્ચન આચાર્ય રજનીશની ભૂમિકા અને ‘મા’ શીલાની ભૂમિકાને પડદા પર ભજવીને કમાલ કરી શકશે.
70
જયપ્રકાશ ચોક્સે
લેખક જાણીતા ફિલ્મ સમીક્ષક છે
પરદે કે પીછે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oCtdHi
via
IFTTT
No comments:
Post a Comment