બુશનું ગત વર્ષ નવેમ્બરમાં 94 વર્ષ 171 દિવસની ઉંમરે અવસાન થયું હતું.કાર્ટરે અા વર્ષે માર્ચમાં જ બુશના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર કેટલાક અમેરિકી પ્રમુખોમાં સામેલ કાર્ટરે હાલમાં જ એક નાના શહેરમાં એક નવું હેલ્થ ક્લીનિક શરૂ કર્યું હતું, કારણ કે આ શહેરમાં ઘણા મહિનાથી કોઇ ફિઝિશિયન હતો નહીં. આટલું જ નહીં તેમણે પોતાના હોમટાઉનના અડધા લોકોને વિજળી ઉપલબ્ધ કરાવવા માટે પોતાની અંગત સંપત્તિ પણ સોલર લાઇટ હાઉસ લગાડવા માટે આપી દીધી.
કાર્ટરને 2016માં ચોથા સ્ટેજનું કેન્સર હતું. પોતાની સારવાર દરમિયાન પણ તે પોતાનો સમય જરૂરતમંદો માટે ઘર બનાવવાના કાર્યો માટે ફાળવ્યો હતો. જો કે, હવે તે સંપૂર્ણ સાજા થઇ ગયા છે.કાર્ટર સેન્ટરના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે દુનિયામાં પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને તે ગરીબ લોકો માટે કાર્યરત છે. તે અત્યાર સુધીની દુનિયાના લાખો લોકોને ઘર ઉપલબ્ધ કરાવવા માટે મદદ કરી ચૂક્યા છે. તે ખરા અર્થમાં ગરીબોના બેલી બનીને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.
•apnews.com
ઇન્ટરેસ્ટિંગ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oGZcpG
via IFTTT
No comments:
Post a Comment