મંદીમાંથી બહાર આવવા સાંભળવાની ઉદારતા જરૂરી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 2, 2019

મંદીમાંથી બહાર આવવા સાંભળવાની ઉદારતા જરૂરી

ણીતા અર્થશાસ્ત્રી અને સ્વતંત્ર વિચાર ધરાવતાં સાંસદ પણ સત્તાધારી ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન મોદીને અપ્રિય સત્ય સાંભળવાનો મિજાજ પેદા કરવાની સલાહ આપી હતી. તેમનું કહેવું હતું કે જો વર્તમાન આર્થિક સંકટમાંથી બહાર આવવું હોય તો પોતાના અર્થશાસ્ત્રીઓને મુક્તમને આર્થિક નીતિઓ પર બોલવા માટે પ્રોત્સાહિત કરવા પડશે. ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના તાજેતરના બ્લોગનો પણ એ જ આશય હતો કે ટીકા સાંભળવાથી નીતિઓ અને ઊઠાવેલાં આર્થિક પગલાંની ખામીઓ તથા ત્રુટિઓ જણાઇ આવે છે, જેને સુધારીને યોગ્ય દિશામાં આગળ વધી શકાય છે. અંગ્રેજીની એક પ્રસિદ્ધ કહેવત છે કે જ્યારે લોકોને બોલવા દેવાય છે તો તેને સ્વતંત્રતા કહેવાય છે, પણ જ્યારે સરકાર એ અવાજોને સાંભળે તો તેને પ્રજાતંત્ર કહેવાય છે. હાઉડી મોદી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વડાપ્રધાન મોદીનાં ભાષણોની દેશમાં જ નહીં દુનિયામાં પણ પ્રશંસા થઈ. એટલું જ નહીં પાકિસ્તાનમાં પણ તમામ નેતાઓ અને જૂથોએ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનના ભાષણને ફાલતુ, મુસ્લિમ અને ઈસ્લામ વિરુદ્ધ સમગ્ર દુનિયાની તરફેણ કરતું અને કારણ વિના ધમકાવનારું ગણાવ્યું હતું. શું આજે ભારતમાં એ સ્થિતિ છે કે કોઈ મોટા નિષ્પક્ષ વિદ્વાન કે નેતા ઈમરાન ખાનના ભાષણના અંશની પ્રશંસા કરી શકે, જેમાં અમેરિકાને તાલિબાન અને અલ કાયદાના આતંકીઓનો જનક ગણાવાયો? કેન્દ્ર સરકારના અડધા ડઝન મંત્રી તેને આગામી દિવસે જ પાકિસ્તાની મોકલનારો અને રાષ્ટ્રદ્રોહી ગણાવવામાં લાગી જાય છે. આ મંત્રીઓ પાસે હજારો લાખો કરોડનું બજેટ દર વર્ષે દેશને વિકાસના માધ્યમથી શ્રેષ્ઠ કરવા માટે મળે છે. નોટબંધી, અત્યંત જટિલ જીએસટી અને તેના પર અમલની ભૂલો, આયુષ્યમાન યોજનાની ગંભીર ત્રુટીઓ છતાં સુંદર તસવીર રજૂ કરવી કે વિકલ્પ વિના સંપૂર્ણ ઉત્પાદન કરાયેલા પ્લાસ્ટિક પર અઘોષિત પ્રતિબંધથી નાના વેપારીઓ અને સામાન્ય લોકો પર થતા સરકારી અત્યાચાર, અત્યાર સુધી સરકારના ધ્યાને નથી આવી શક્યા. ટીકાને સ્વીકારવી જ નહીં પણ ધ્યાન આપીને યોગ્ય સુધારા કરવા જ લોકતંત્રની મૂળ ભાવના છે.

જા



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2nYSJqg
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here