
‘પ્રો ફેશનલી અને સોશિયલી તો તેમને વર્સોથી ઓળખતી હતી પરંતુ એક એન્જોયેબલ રીતે કામ કરવું અને તેમને ઓળખવાનો અહેસાસ થયો ‘પીકૂ’ દરમિયાન. તે સેટ પર જ્યારે પણ આવે છે તેમની એનર્જી, પેશન અને ઉત્સાહ પ્રશંસા કરવા લાયક હોય છે. તેમની પાસે ઘણું બધુ શીખવા મળે છે. તે મોટા વ્યક્તિ છે પરંતુ એટ ધ સેમ ટાઇમ તે એક બાળક સમાન પણ છે. ‘પૂકી’માં જે રીતે અમારા પાત્રો વચ્ચે ઓનસ્ક્રીન પિતા-પુત્રીના સંબંધ હતા, રિયલ લાઇફમાં પણ તેમને તે સ્થાન હાંસલ છે. તેમના વિશે જ્યારે પણ વાત થાય છે તો મને કાયમ ‘પૂકી’ની યાદ આવે છે. તે એક્સપિરિયન્સ જ પોતાનામાં અદભુત હતો. એક્ટર તરીકે તો તેમની સાથે કામ કરવાથી મોટી ખુશી નથી હોય શકતી. તે પોતાના કેરેક્ટરની સ્કિનમાં કેવી રીતે જાય છે, તેને શબ્દોમાં બયાં નથી કરી શકાતું. તેમના માટે વ્યક્તિએ સ્વયં તેમને સાક્ષાત જોવું પડશે. તેઓ જેટલું કામ કરી ચૂક્યા છે તેના પછી તો લોકો જ્ઞાન આપવા લાગે છે. તેમી અંદર મેં એવું કંઈ નથી જોયું. અમે બધાએ ક્યારેય તેમના મોઢે કોઈ વિશે ક્રિટિસિઝ્મ, એનાલિસિસ અને કોઈના વિશે કોઈ પ્રકારની વિચાર વ્યક્ત કરતા નથી જોયા. તેમને જન્મદિવસ પર અમે શું આપી શકીએ છીએ? તેમની પાસે તો બધુ જ હશે. અમારા જેવા તો તેમના માત્ર સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ જ આપીશું.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OCNYOb
via
IFTTT
No comments:
Post a Comment