
વરસાદના વિઘ્ન બાદ વડોદરામાં ગરબા હવે પૂરબહારમાં ખીલ્યા છે. કલાનગરીને વિશ્વકક્ષાએ ખ્યાતિ અપાવનાર ગરબા આગવી ઓળખ સમાન બની ચૂક્યા છે ત્યારે ચોથા નોરતે વડોદરાના એલેમ્બિક ગ્રાઉન્ડ પર આયોજિત યુનાઇટેડ વે ના ગરબામાં 40 હજાર જેટલા ખેલૈયા ઊમટ્યાં હતાં. જો કે ગોળ ગોળ ફરીને ગવાતા ગરબાની પરંપરા જાળવી રાખતા હજારો ખેલૈયાને તાલબદ્ધ રીતે ઝૂમતા જોઇને અભિભૂત થયા વિના ન રહેવાય. ખેલૈયા ઉપરાંત 25 હજાર જેટલા દર્શકો ગરબાની રમઝટ માણવા ઉપસ્થિત રહ્યા હતા. લાઇટોની ઝાકમઝોળ અને ડેકોરેશન વચ્ચે જાણે રાતે દિવસે ઉગ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. યુનાઇટેડ વેના ગરબાની ડ્રોનથી લેવાયેલી તસવીરમાં અનોખો નજારો કેદ થયો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oCtji8
via
IFTTT
No comments:
Post a Comment