કાશ્મીર: સફરજનનું બમ્પર ઉત્પાદન, પરંતુ ખેડૂતોને વેચાણમાં મુશ્કેલી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 23, 2019

કાશ્મીર: સફરજનનું બમ્પર ઉત્પાદન, પરંતુ ખેડૂતોને વેચાણમાં મુશ્કેલી

મુઝફ્ફરાબાદમાં પ્રેસ ક્લબ નજીક દેખાવ.

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ

વેપારીઓ મુશ્કેલીમાં, તંત્રે ટ્રકોને અંતરિયાળ વિસ્તારોમાં જતી રોકી

શોપિયાંથી મોહિત કંધારી

જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આ વર્ષે સફરજનનું બમ્પર ઉત્પાદન થયું છે, પરંતુ ખેડૂતો વેપારીઓ સુધી સફરજન પહોંચાડી નથી શકતા. એક ખેડૂત સમીર અહેમદ કહે છે કે, મારી પાસે 3.75 એકરમાં સફરજનની વાડી છે. મેં વેપારીઓ પાસેથી એડવાન્સ રકમ લઈ લીધી છે. કલમ 370 હટાવ્યા પછી કાશ્મીર ખીણમાં બંધ જેવી સ્થિતિ છે. અમે 50 ટકા સફરજનનો પાક નીકાળી નથી શક્યા. જે સફરજન વાડીમાંથી ભેગા કર્યા છે, તે ગ્રાહકો સુધી નથી પહોંચાડી શક્યા. સફરજનના બોક્સ ઘરોમાં પડ્યા છે. અઠવાડિયાથી દક્ષિણ કાશ્મીરના ખેડૂતો ટ્રકોની રાહ જોઈ રહ્યા છે. તંત્રે ટ્રકોને અંતરિયાળ વિસ્તારમાં જતી રોકી દીધી છે. સફરજનનું લોડિંગ અને પેકેજિંગ માટે તંત્રે કેટલાક સ્થળે સેફ ઝોન બનાવ્યા છે. ખેડૂતો તેના પર નિર્ભર છે.

ફળ ઉત્પાદક એસોસિયેશને કહ્યું- વેપારીઓએ ટ્રક ઓપરેટરોને એડવાન્સ રકમ આપી હતી, હવે તેમને નુકસાન થઈ રહ્યું છે

ફળ ઉત્પાદક અને વેપારી એસોસિયેશનના અધ્યક્ષ ફયાઝ અહેમદે કહ્યું કે, સોપોરમાં દેશના બીજા સૌથી મોટા ફળ બજારની હાલત ખરાબ છે. કોમ્યુનિકેશન ઠપ હોવાની અસર સફરજનના વેપાર પર પણ પડી છે. દિવાળીના કારણે સફરજનની કિંમત સારી મળે એમ હતી, પરંતુ ટ્રકોની કમીના કારણે નુકસાન થઈ રહ્યું છે. વેપારીઓએ ટ્રક ઓપરેટરોને રૂ. 140 પ્રતિ બોક્સના હિસાબે એડવાન્સ ચૂકવણી કરી હતી. બીજી બાજુ, બાગબાની માર્કેટિંગ અને યોજનાના નિર્દેશક ગુલામ મોહમ્મદ દારે કહ્યું કે, રૂ. 3367 કરોડના 7.48 લાખ મેટ્રિક ટન સફરજન પહેલેથી જ કાશ્મીર ખીણ બહાર નિકાસ થઈ ચૂક્યા છે. ખીણમાં 400થી 600 ટ્રકમાં સફરજન ભરાઈ રહ્યા છે. તે અહીંથી દેશભરમાં જઈ રહ્યા છે. ખેડૂતો ટ્રકોની કમીનો સામનો નથી કરી રહ્યા.

રાજ્યમાં 1.60 લાખ વિદ્યાર્થીઓ 1502 કેન્દ્રોમાં પરીક્ષા આપશે

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા પછી પહેલીવાર સ્કૂલ પરીક્ષા આયોજિત કરવામાં આવશે. બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન એક્ઝામિનેશન્સે પરીક્ષાની તૈયારી કરી લીધી છે. 1502 પરીક્ષા કેન્દ્રોમાં આયોજિત આ પરીક્ષામાં આશરે 1.60 લાખ વિદ્યાર્થી સામેલ થશે. આ પહેલા વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમ ઘટાડવાની માંગ કરી હતી.

પીઓકેમાં પાકિસ્તાની સેના વિરુદ્ધ પત્રકારોના દેખાવો

મુઝફ્ફરાબાદ | પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં પત્રકારોએ પાકિસ્તાની સેનાની બર્બરતા કાર્યવાહી વિરુદ્ધ બુધવારે દેખાવો યોજ્યા હતા. પત્રકારોએ પ્રેસ ક્લબમાં સેનાની કાર્યવાહીની ટીકા કરી હતી. એક બીજી રેલીમાં રાજકીય પક્ષોના કાર્યકરો પર પણ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન બે લોકોના મોત થયા, જ્યારે 80થી વધુ ઈજાગ્રસ્ત થયા. આ રેલીનું આયોજન ઓલ ઈન્ડિપેન્ડન્ટ પાર્ટીઝ એલાયન્સે કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - kashmir bumper production of apples but difficulty in selling to farmers 063017


from Divya Bhaskar https://ift.tt/33YqA24
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here