રામની નગરી અયોધ્યામાં આ વખતે દિવાળીના તહેવારમાં ત્રેતાયુગનું દૃશ્ય - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 3, 2019

રામની નગરી અયોધ્યામાં આ વખતે દિવાળીના તહેવારમાં ત્રેતાયુગનું દૃશ્ય


રામની નગરી અયોધ્યામાં આ વખતે દિવાળીના તહેવારમાં ત્રેતાયુગનું દૃશ્ય જીવંત કરાશે. પ્રભુ રામ લંકા વિજય કરી અયોધ્યા પધાર્યા હતા અને તેમનો દરબાર પણ સજાવાશે. સાથેજ દેશભરના ખ્યાતનામ ચિત્રકાર અયોધ્યાને રામમય કરવા ત્રેતાયુગના પ્રસંગોને દીવાલો અને ઈમારતો પર ચિત્રિત કરશે. શોભાયાત્રાથી લઈ દિવાળી સુધી તમામ પ્રસંગોને રામલીલા, ભજન અને નૃત્યનાટિકાના માધ્યમથી રજૂ કરાશે જેથી લોકો ત્રેતાયુગના માહોલને અનુભવી શકે. ...અનુસંધાન પાના નં. 6





3 લાખ 21 હજાર દીપ પ્રાગટ્યનો એક નવો વિશ્વવિક્રમ રચાવાની સાથે 24થી 26 ઓક્ટોબર સુધી ત્રણ દિવસમાં એક હજારથી વધુ કાર્યક્રમ થશે. સૌથી ખાસ કાર્યક્રમ હશે- પાંચ દેશોની રામલીલા. મોરેશિયસ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, સુરીનામ અને નેપાળની રામલીલા મંડળીઓના કલાકારો પોતાના દેશની શૈલીમાં રામલીલાનું મંચન કરશે. કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે થાઈલેન્ડના મહારાજા વજીરાલોંગકાન હાજર રહેશે. દીપોત્સવી પર્વને આકર્ષક બનાવવા માટે ચાલુ વર્ષે ગુપ્તાર ઘાટથી ભરતકુંડ સુધી 12 સ્થળે રામલીલા, ભજન, નૃત્યનાટિકાના મંચન ઉપરાંત અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ઘણા સ્થળોને મેળાની જેમ સજાવાયા છે. ગયા વર્ષે દીપોત્સવ કાર્યક્રમ રામ કી પેઢી પર ફોકસ કરી યોજાયો હતો પણ ચાલુ વર્ષે સમગ્ર અયોધ્યા શહેરમાં થશે. ગુપ્તારઘાટથી 12 કિ.મી. દૂર ભરતજીના તપસ્યા સ્થળ નંદીગ્રામ સુધી આયોજન કરાશે.

રામકથા પાર્કમાં બે મંચ બનાવાયા છે. ઉપર રામનો દરબાર બેસશે અને નીચે સાંસ્કૃતિક કાર્યક્રમ થશે. વિદેશી રામલીલાનું શહેરના અલગ-અલગ હિસ્સામાં મંચન થશે. અયોધ્યા સંશોધન સંસ્થાનના ડાયરેક્ટર ડો. વાય.પી.સિંહના જણાવ્યા મુજબ આ વર્ષે દીપોત્સવ પર્વમાં દેશભરમાંથી 35 સાંસ્કૃતિક ટુકડીને બોલાવાઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/30GJRD6
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here