અમદાવાદ સહિત ગુજરાતમાંથી દર વર્ષે દોઢ લાખથી વધુ પ્રવાસીઓ ફરવા માટે થાઈલેન્ડ જાય છે. આ પ્રવાસીઓને આકર્ષવા સ્પાઈસ જેટ અને થાઈ એર એશિયા બાદ હવે થાઈ સ્માઈલે પણ અમદાવાદથી બેંગકોક માટે નવી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. 29 ઓક્ટોબરથી શરૂ થનાર આ ફ્લાઈટ સપ્તાહમાં ચાર દિવસ સંચાલિત થશે. ...અનુસંધાન પાના નં. 6
આ ફ્લાઈટનું રિટર્ન ભાડું 11700 રૂપિયાથી શરૂ કરવામાં આવ્યું છે. ફુલ સર્વિસ કેરિયર મનાતી આ
...અનુસંધાન પાના નં. 13
એરલાઈન્સ દ્વારા મુસાફરી દરમિયાન ફ્લાઈટમાં જ ચા-કોફી, નાસ્તો તેમજ વેજ-નોનવેજ, ઇન્ડિયન તેમજ થાઈ ફૂડની સાથે તેમજ ડ્રિંક્સ ફ્રી આપવામાં આવશે.
થાઈ સ્માઈલના કન્ટ્રી હેડ ગૌરવ ભટુરાએ જણાવ્યું કે, થાઈ એરવેઝની સબસિડરી કંપની થાઈ સ્માઈલ એરલાઈન્સ હાલ દેશના 6 શહેર ગયા, વારાણસી, જયપુર, લખનઉ, મુંબઈ અને કોલકાતાથી બેંગકોકની સીધી ફ્લાઈટ ઓપરેટ કરે છે. હવે અમદાવાદ દેશનું સાતમું શહેર બનશે જ્યાંથી એરલાઈન્સ સીધી ફ્લાઈટ શરૂ કરશે. અમદાવાદથી હાલ આ ફ્લાઈટ સપ્તાહમાં ચાર દિવસ ઓપરેટ થશે અને પ્રવાસીઓનો સારો પ્રતિભાવ મળતા આગામી દિવસોમાં તેને ડેઈલી કરી દેવામાં આવશે. આ ફ્લાઈટમાં પ્રીમિયમ ઈકોનોમી ક્લાસમાં 12 સીટ તેમજ ઇકોનોમી ક્લાસમાં 156 સીટ હોવાથી તમામ પ્રવાસીઓને આરામદાયક મુસાફરીનો લાભ મળી રહેશે. પ્રીમિયમ ઇકોનોમી ક્લાસમાં પ્રવાસી 40 કિલોગ્રામ સુધી તેમજ ઇકોનોમી ક્લાસમાં 30 કિલોગ્રામ સુધી લગેજ ફ્રીમાં લઈ જઈ શકાશે. વધુમાં આ ફ્લાઈટ રાતે અમદાવાદથી ઉપડી સવારે બેંગકોક પહોંચતી હોવાથી ત્યાંથી યુરોપ સહિત અન્ય દેશોની આગળની મુસાફરી કરવા માંગતા પ્રવાસીઓને પણ કનેક્ટિંગ ફ્લાઈટની સુવિધા મળી રહેશે.
આ પ્રસંગે ટૂરિઝમ ઓથોરિટી ઓફ થાઈલેન્ડના ડિરેક્ટર ચોલેન્ડા સિદ્ધિવરને જણાવ્યું કે, ગુજરાત સહિત ભારતમાંથી વર્ષ દરમિયાન સતત પ્રવાસીઓ આવતા હોય છે પરંતુ સૌથી વધુ પ્રવાસીઓ એપ્રિલ મે જૂન દરમિયાન બેંગકોક સહિત થાઈલેન્ડ ફરવા આવે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31QPfoE
via IFTTT
No comments:
Post a Comment