બે તૃતીયાંશ શિક્ષકો અમારા હોય છે. તેનાથી દસ હજાર બાળકોને લાભ મળ્યો. એક શિક્ષક છે, ચંપારણમાં. તેમને રૂ. 35 હજાર પગાર મળે છે અને તેઓ 20 હજાર તો બીજા બાળકોને ભણાવવા જ ખર્ચી નાંખે છે. અમે ચકિયામાં એક સ્કૂલ સ્પોન્સર કરી છે, જેના શિક્ષક રાજેશ પટેલ દર મહિને સ્કૂલને રૂ. 15 હજાર આપે છે. પછી લાગ્યું કે મુશ્કેલી શિક્ષણની નથી, ભલાઈના અભાવની છે. અમે ભલાઈ ફેલાવવાનું કામ શરૂ કર્યું. કોઈ બાળકોને પેઈન્ટિંગ શીખવે છે, કોઈ મૂક-બધિર લોકોની મદદ કરી રહ્યું છે, અનેક પ્રકારના કામ થઈ રહ્યા છે. અમે લોકોને જોડવાનું શરૂ કર્યું. અમે અમારા પ્રમા જ્યોતિ ફાઉન્ડેશનના જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી એવા લોકોને શોધીએ છીએ, જેમણે ભલાઈ ફેલાવવાને જ જીવનનું લક્ષ્ય બનાવી દીધું છે. અમે તેમની ફિલ્મ બનાવીએ છીએ. તેને સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ પર રીલિઝ કરીએ છીએ, જેનાથી લોકોને પ્રેરણા મળે છે કે આ વ્યક્તિ કરી શકે છે તો હું પણ કરી શકું છું. પછી અમે એ વ્યક્તિને વિશ્વાસ અપાવીએ છીએ કે, અમે તેને આર્થિક સહિત દરેક પ્રકારની મદદ કરીશું. ટ્રસ્ટ તથા ફાઉન્ડેશન બનાવવામાં મદદ કરીએ છીએ. આ કાર્યક્રમને અમે ‘ચેતના’ નામ આપ્યું છે. મૂળ આ એક નેટવર્ક છે. હવે અમારું ફોકસ તેના પર જ છે. ઘણાં લોકો અમારો સંપર્ક કરે છે. જેમ કે એક છોકરી હતી આંચલ શર્મા. તે રિક્ષા ડ્રાઇવરની દીકરી હતી. તેને ખબર પડી કે તેને કેન્સર છે. એકવાર તે કિમોથેરેપી કરાવીને આવી રહી હતી, તો તેણે કેટલાક બાળકોને ભીખ માગતા જોયા અને તે તેમને ખવડાવવા લઈ ગઈ. ત્યાં તેણે દુકાનવાળાના વિરોધનો સામનો કરવો પડ્યો. એ પછી અમે તેને મિશન બનાવી લીધું. પહેલા પાંચને ખવડાવ્યું, પછી દસને. આજકાલ તે રોજ 500 બાળકોને ભોજન કરાવે છે. એ છોકરીને કેન્સર થયા પછી ડોક્ટરોએ તેને છ મહિનાનો સમય આપ્યો હતો, પરંતુ છ વર્ષ પછી પણ તે જીવિત છે. અમે તેનો વીડિયો બનાવ્યો અને અનેક જગ્યાએ તેની સ્ટોરી છપાઈ. હવે તે વધારે ભંડોળ ભેગું કરવા સક્ષમ બની ગઈ છે. ગેંગરીનથી પીડિત રચના મલિક દિલ્હી સ્થિત રેન બસેરામાં 100 બીમાર બાળકોને દવાઓ, ભોજન વગેરે વહેંચી રહી છે. શિવાજી ભારદ્વાજે તો દિલ્હીમાં દૃષ્ટિહીન બાળકોને ચિત્રકળા શીખવવાનો ચમત્કાર કરી બતાવ્યો છે. કાશ્મીરમાં નાઝિયા હુર્રા દૃષ્ટિહીન તથા દિવ્યાંગ બાળકોને શિક્ષિત કરી રહી છે. યોગિતા ભાયાના દુષ્કર્મ પીડિતાઓને કાયદાકીય લડતમાં મદદ કરે છે. નંદિતા કુમાર ગાઝિયાબાદના પર્યાવરણને સ્વચ્છ કરી રહી છે. અમિત ટુડેજા ઉદ્યમશીલતાથી ગ્રામીણોની મદદ કરી રહી છે. આ નાના-નાના ઉદાહરણ છે. અમારી ‘ચેતના’ સમાજના દરેક સ્તરે સક્રિય છે. દુનિયાની એક જ સમસ્યા છે કે, ભલાઈ ઓછી થઈ રહી છે. ભલે સફળતા વધે પણ જો ભલાઈ નથી તો તમને આનંદ નહીં મળે. આપણે એવા સમાજની રચના કરી છે, જેમાં સફળતાનું જ મહત્ત્વ છે. પિતાને દીકરી પર એટલા માટે ગર્વ નથી કે, તે બીજાની મદદ કરે છે, પરંતુ એટલે ગર્વ છે કે, તે 99.7 ટકા માર્ક્સ લાવી છે. માને દીકરાના ઈમાનદાર હોવા કરતા એ વાત પર વધુ ગર્વ છે કે, તે એમબીએ થઈને મહિને રૂ. બે લાખ કમાય છે. આધુનિક જીવનમાં માનવીય ગુણોનો કોઈ વ્યવહારિક ઉપયોગ નથી.
(રવિ શર્મા બહુરાષ્ટ્રીય કંપની અલ્કાટેલમાં પ્રેસિડેન્ટ, સાઉથ એશિયા રહી ચૂક્યા છે)
બંદિશોં સે પરે
આ સપ્તાહ
રવિ શર્મા
અધ્યક્ષ, પ્રમા-જ્યોતિ ફાઉન્ડેશન
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Bv9Kvg
via IFTTT
No comments:
Post a Comment