અમરાઈવાડી સહિત રાજ્યની 6 બેઠકો પર આજે પેટા ચૂંટણી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 20, 2019

અમરાઈવાડી સહિત રાજ્યની 6 બેઠકો પર આજે પેટા ચૂંટણી

ગુજરાત વિધાનસભાની છ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન 21મીએ સવારે આઠથી સાંજે છ કલાક દરમિયાન યોજાશે. તે માટે ભાજપ-કોંગ્રેસ જોરશોરથી પ્રચાર હાથ ધર્યો હતો. ભાજપ કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને જિતાડવા કમર કસી રહ્યું છે. બીજી બાજુ કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા ઉમેદવારોને હરાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. દરમિયાનમાં બાયડ વિધાનસભા વિસ્તારમાં દારૂની ટ્રક પકડાતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુંં કે, ચૂંટણી જીતવા ભાજપ દારૂનો સહારો લઇ રહ્યું છે. આ બાબતે ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીનો સંપર્ક કરતા તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો. વિધાનસભાની અમરાઇવાડી રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડાની છ બેઠક પર ચૂંટણી માટે 21મીએ મતદાન યોજાશે અને 24મીએ મતગણતરી થશે. દરેક વિધાનસભા વિસ્તારની તે જ વિસ્તારમાં મતગણતરી થશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર કંટ્રોલ રૂમ મારફત સતત નજર રખાશે. મતદાન માટે કુલ 1781 મતદાન કેન્દ્રો પરથી 14,76,715 મતદારો મતદાન કરશે. મતદાન શરૂ થાય તેના 90 મિનિટ પહેલાં દરેક મતદાન સ્થળ પર મોકપોલ કરવામાં આવશે. મોકપોલ શરૂ કરાયા પછી સવારે ચૂંટણી વ્યવસ્થા માટે એસ.ટી. તંત્ર દ્વારા 156 એસટી બસની વ્યવસ્થા કરાઈ છે.

મતદાનના એક દિવસ પૂર્વે બાયડ પાસેથી દારૂ મળ્યો

બાયડ નજીક અાવેલ હાેટલના પાર્કિંગમાંથી બે પીકઅપ ડાલા ભરેલાે દારૂ પાેલીસે ઝડપી પડ્યાે હતાે. દારૂ પકડાવાને લઇ કાેંગ્રેસ તથા ભાજપમાં અાક્ષેપ-પ્રતિઅાક્ષેપ શરૂ થઇ ગયા છે. બાયડ નજીક અાવેલ વૃંદાવન હાેટલના પાર્કિંગમાં જ બે ગાડીમાં દારૂ હાેવાની બાતમી મળતાં બાયડ પોલીસે ઘટના સ્થળે પહાેચી બન્ને ગાડીમાંથી વિદેશી દારૂ, બિયરની બાેટલાે કબજે કરી કુલ 4.3 લાખનાે મુદ્દામાલ ઝડપી પાડ્યાે હતાે. કાેંગ્રેસ ઉમેદવાર જશુભાઇ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં લાેકશાહીનું હનન થઇ ગયું છે. અમાે ફરિયાદ કરશું. જ્યારે બીજી બાજુ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અે જણાવ્યું કે કાેંગ્રેસ હાર ભાળી ગઇ છે માટે ખાેટા અાક્ષેપાે કરે છે. અા ઘટનામાં ભાજપ ને કાેઇ લેવાદેવા જ નથી. પાેલીસે પીકઅપ ડાલું ચલાવતાં ચાલક જ્યંતીભાઇ રાઠાેડની ધરપકડ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MXeRJZ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here