કરજની ફરજમાંથી મુક્ત થાવ, એસેટ્સનું રક્ષણ કરો, કમાણીમાંથી 70 ટકા જ ખર્ચ અને 30 ટકા બચત કરો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 20, 2019

કરજની ફરજમાંથી મુક્ત થાવ, એસેટ્સનું રક્ષણ કરો, કમાણીમાંથી 70 ટકા જ ખર્ચ અને 30 ટકા બચત કરો

શ્વર ઉપર શ્રદ્ધા નથી માટે જ તમે ભવિષ્ય માટે ભેગું કરો છે એવું કહેનારા પંડિતો જ્યારે ઉનાળામાં કણ-કણ એકત્ર કરીને શિયાળા માટે સંગ્રહ કરનારી કીડીઓનું ડહાપણ ગણાવે ત્યારે તમારી જાતને તમે શું સમજશો...

રાત-દિવસ વૈતરું, મજૂરી, મહેનત કે પરીશ્રમ કરીને કમાયેલા નાણાનું વ્યવસ્થાપન કેવી રીતે કરો છો તે તમારી પ્રકૃતિ ઉપર આધારીત હોય છે. બાળક તમારી પાસે રૂ. 100 માગે છે તો તમે પૂછો છો કે શેના માટે જોઇએ છે. બાળક કહે છે કે, સ્કૂલ પ્રોજેક્ટ માટે. તમે હોંશે હોંશે આપો છો. બીજા દિવસે બાળક ફરી સ્કૂલ પ્રોજેક્ટ માટે જ રૂ. 100 માગે તો તમે તરત સવાલ કરશો કે કાલે જ તો રૂ. 100 આપ્યા હતા તેનું શું કર્યું. બાળક કહે કે, સ્કૂલ પાસેની દુકાનમાં રૂ. 200 વાળી સરસ મજાની વિડિયોગેમ રૂ. 100માં જ મળતી હતી તે ખરીદી લીધી તો તમે રાજી થશો?, બીજા રૂ. 100 આપી દેશો?, નહિં આપો...? પહેલા જરૂરિયાતની ચીજ ખરીદવી જોઇએ., પૈસાનો વહીવટ કેવો કરવો જોઇએ તેવી સૂફીયાણી સલાહ આપશો? શું કરશો? જો તમારા બાળકે લીધેલા રૂ. 100નો હિસાબ માગી શકો છો તો તમે કમાયેલા રૂપિયાનો હિસાબ ક્યારેય રાખ્યો છે ખરો? વ્યવસ્થાપન કર્યું છે ખરૂં? જો જવાબ ના હોય તો ચાર સ્ટેપ્સ ફોલો કરવા જરૂરી રહે છે.

અત્યારે ખરીદવાની તાકાત ના હોય તો ના જ ખરીદોઃ છાપામાં ચોપાનિયા આવતાં હોય છે કે, 12 સરળ હપ્તે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, બાઇક- સ્કૂટર- કાર વગેરે ખરીદો. પરંતુ ચૂકવવાનું ક્યારેય સરળ હોતું નથી. જો અત્યારે નથી ખરીદી શકતાં તો ના ખરીદો. કેપેસિટી કરતાં વધુ ખરીદી કરશો તો ચિંતા, ઊજાગરા, ઘરમાં આક્રમક વાતાવરણ ફ્રીમાં લાવી રહ્યા છો. તેમાંય ક્રેડિટકાર્ડથી ખરીદી કરો છો. બાકીનું અનુભવના આધારે સમજી લેવાનું.

એસેટ્સનું રક્ષણ કરોઃ સવારે મોર્નિંગ વોક કરતી વખતે વોકીંગ સ્ટીકનો ઉપયોગ બે રીતે થઇ શકે છે પોતાની જાતને સંભાળવા માટે અને બીજું કૂતરાઓ તમારાથી સંભાળીને ચાલે તે માટે. એસેટ્સનું રક્ષણ એટલે ચોકીદાર બની જવાની જરૂર નથી.... ખર્ચ ખાતામાં ગણાતો ઇન્સ્યોરન્સ એ પરીવારની આર્થિક સલામતીનો રક્ષક છે.

કમાણીના 70 ટકા ઉપર જ નિર્ભર રહોઃ બચત અને મૂડીરોકાણ સલાહ આપીએ ત્યારે 99 ટકા રોકાણકારો રોદણું રોતાં હોય છે કે, ઘરના ખર્ચનો ખાડો પુરાય તો ને... પરંતુ એ ભૂલી જાય છે કે, આ ખાડો ક્યારેય પૂરાયો નથી. માટે નવા વિક્રમ સંવતથી નિયમ લઇ જ શકો કે, કમાણીના એટલિસ્ટ 90 ટકા રકમ જ ખર્ચ કરીશું. ઇચ્છા-જરૂરિયાત વચ્ચેની ભેદરેખા પારખો. વેડફવું, ખર્ચવું અને ખરીદવું ત્રણેય બાબતો વચ્ચે લાખ ગાડાનું અંતર હોય છે તે જાણીએ છીએ. છતાં અમલ ના કરી શકતાં હોય તો...

કમાણીમાંથી એટલિસ્ટ 30 ટકા ઇન્વેસ્ટ કરોઃ જો કમાણીમાંથી ખરેખર 30 ટકા રકમ બચાવી શકતાં હોય તો તેને 3 પાર્ટમાં ડિવાઇડ કરી ઇન્વેસ્ટ કરી શકો છો. 1. ઇમર્જન્સી ફંડ, 2. વેલ્થ ફંડ અને 3. જેનરોસિટી ફંડ અચાનક બિમારી સહિતના આકસ્મિક ખર્ચાઓ આવી પડે ત્યારે ઇમર્જન્સી ફંડ આશિર્વાદરૂપ નિવડે છે. એટલિસ્ટ છ માસની કમાણી જેટલું ફંડ તમારાં સેવિંગ્સ- ફ્લેક્સિ ડિપોઝીટ, લિક્વિડ ફંડ કેશ સ્વરૂપમાં હોવું જરૂરી છે. ભવિષ્યની આર્થિક સલામતી માટે કમાણીમાંથી એટલિસ્ટ 10-20 ટકા રકમ લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં પાર્ક કરવાનો આગ્રહ રાખો. પોતાના માટે તો જીવો જ છો. થોડું બીજાના માટે પણ જીવી લો! તેના માટે જેનરોસિટી ફંડ પણ ક્રિએટ કરો. maheshbtrivedi123@gmail.com

ઇપીએસ

મહેશ ત્રિવેદી

મની મેનેજમેન્ટ વાયા 4 સ્ટેપ્સ

સ્ટેપ 1 કરજ (દેવું)ની ફરજમાંથી મુક્ત થાવ

સ્ટેપ 2 તમારી એસેટ્સનું રક્ષણ કરો

સ્ટેપ 3 કમાણીના 70 ટકા ઉપર જ નિર્ભર રહો

સ્ટેપ 4 કમાણીમાંથી એટલિસ્ટ 30 ટકા ઇન્વેસ્ટ કરો

કરતા હો સો કિજિયે....

મારા એક એકાઉન્ટન્ટ મિત્રે કહ્યું કે, મારે અર્લી રિટાયરમેન્ટ લઇને રેસ્ટોરન્ટના બિઝનેસમાં ઝંપલાવવું છે. મેં કહ્યું તમને કોઇ અનુભવ છે? એમણે કહ્યું ના પણ મને રેસ્ટોરન્ટમાં ટેસ્ટી જમવાનો શોખ છે. મેં કહ્યું તમારા પરીવારમાંથી કોઇને અનુભવ? તેમણે કહ્યું ના... મેં કહ્યું તમારી સાથે કોઇ અનુભવી પાર્ટનર જોડાવાના? તેમણે કહ્યું ના... તો મેં કહ્યું કે, તમે 25-30 વર્ષનો એક્સપિરિયન્સ એકાઉન્ટન્ટ તરીકેનો ધરાવો છો તે જ ફિલ્ડમાં કન્સલ્ટન્સી કે ફ્રીલાન્સિંગ કેમ ચાલુ નથી કરતાં? તે બિઝનેસ એસ્ટાબ્લિસ્ટ થઇ જાય પછી રેસ્ટોરન્ટમાં ઝંપલાવો. રિટાયરમેન્ટ કોર્પસ રેસ્ટોરન્ટની નિષ્ફળતામાં સ્વાહા થઇ જશે તો નવેસરથી એકડો ઘૂંટવા વારો આવશે. ટૂંકમાં અજાણ્યા ફળ ચાખવામાં જેટલો ખચકાટ અનુભવો છો તેનાથી અનેકગણો ખચકાટ અજાણ્યા ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા બિઝનેસમાં ઝંપલાવવામાં પણ થવો જોઇએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - get rid of debt obligations protect assets spend only 70 of your earnings and save 30 062102


from Divya Bhaskar https://ift.tt/2MvuU2Q
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here